અમદાવાદ: સમગ્ર દેશમાં લોકડાઉન ખોલવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. ત્યારે જાહેર પરિવહનને પણ અમુક શરતો સાથે શરુ કરવામાં આવ્યું છે. રેલવે દ્વારા પણ આજથી સમગ્ર દેશમાં 200 સ્પેશિયલ ટ્રેન શરુ કરવામાં આવી રહી છે. જે અંતર્ગત અમદાવાદના કાલુપુર રેલવે સ્ટેશનથી 10 સ્પેશિયલ ટ્રેનો દોડાવવામાં આવશે.
આજે અમદાવાદના કાલુપુર રેલવે સ્ટેશનથી ઉપડશે 10 સ્પેશિયલ ટ્રેન
દેશમાં અનલોક 1 અંગે કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. ત્યારે અમદાવાદમાં કેટલીક શરતોને આધીન કાલુપુર રેલવે સ્ટેશનથી 10 સ્પેશિયલ ટ્રેન શરુ કરવામાં આવશે.
જોકે, અમદાવાદના કાલુપુર રેલવે સ્ટેશન ઉપર રિઝર્વ ટિકિટ બુકિંગ કરાવવા માટે અને કેન્સલ ટિકિટોના રિફંડ માટે મોટાપાયે યાત્રીઓની લાઈનો લાગી હતી. તેમજ જે લોકોનું રિઝર્વેશન બુકિંગ થઇ ગયું છે, તે લોકો પણ સ્ટેશને પહોંચ્યા હતા. મોટા ભાગની ટ્રેનનો સમય સાંજ અને રાતનો રાખવામાં આવેલો છે, જેથી બિનજરૂરી ટ્રાફિક નિવારી શકાય.
સમગ્ર દેશમાં જ્યારે બસ અને ખાનગી પરિવાહનની સેવાઓ પૂર્વવત થઈ રહી છે. ત્યારે રેલવે સેવાઓ પણ નજીકના સમયમાં જ પોતાની પૂરી કેપેસિટીથી પૂર્વવત થાય તેવી સંભાવનાઓ જણાઈ રહી છે.