હાઈકોર્ટે રાજ્ય સરકારનો ઉઘડો લેતા કહ્યું કે, સંરક્ષણ ગૃહમાં રહેતી સગીરા કે, યુવતીઓની સ્વતંત્રતા પર તરાપ મારી શકાય નહીં. મહિલાઓની મદદ માટે લીગલ સેલને પણ કાર્યરત રાખવામાં આવશે. રવિવારે પણ શહેરના એક નારી સંરક્ષણ ગૃહમાંથી યુવતી ભાગી છુટતાં હાઈકોર્ટે ઝાટકણી કાઢી હતી. ઉલ્લેખનીય છે કે, નારી સંરક્ષણ ગૃહમાં સુવિધાઓનો અભાવ અને અવાર-નવાર ભાગી જતી યુવતીઓને અટકાવવા માટે જાહેરહિતની અરજી દાખલ કરવામાં આવશે.
નારી સંરક્ષણ ગૃહમાં યુવતીઓની સ્વતંત્રતા પર તરાપ ન મારો: હાઈકોર્ટ - Freedom of the Girls
અમદાવાદ: જિલ્લા સહિત રાજ્યના કેટલાક નારી સંરક્ષણ ગૃહમાંથી સગીરા કે, યુવતીઓના ભાગી જવાના કિસ્સા મુદ્દે સોમવારે ગુજરાત હાઈકોર્ટના જસ્ટિસ એસ.આર બ્રહ્મભટ્ટ અને એ.પી.ઠાકરની ખંડપીઠે મહત્વનું અવલોકન કરતા જણાવ્યું હતું કે, નારી સંરક્ષણ ગૃહના સંચાલન અને વાતાવરણ સારૂ ન હોવાથી છોકરીઓ ગૃહ છોડી ભાગી જાય છે. નારી સંરક્ષણ ગૃહ કોઈ જેલ નથી કે, જેમાંથી ભાગવાની જરૂર પડે.
ગત 19મી જુલાઈના રોજ ગુજરાત હાઈકોર્ટે નારી સંરક્ષણ ગૃહ સંદર્ભે સ્ટેટ લેવલ કમિટિની રચના કરવાનો આદેશ કર્યો હતો. જેમાં સરકારી અધિકારીઓ, સરકાર નક્કી કરે તેવી બે પ્રતિષ્ઠિત એનજીઓ, લઘુત્તમ 10 વર્ષનો અનુભવ ધરાવતા સાયકોલોજિસ્ટ, નિવૃત જજ જ્યુડિશિયલ ઓફિસર અથવા જેન્ડર ઇક્વાલિટી અને જેન્ડર જસ્ટિસ માટે કામ કરનાર સિનિયર એડવોકેટ સહિતના સભ્યોની નિમણુંક કરવાનો આદેશ કર્યો હતો. આ સિવાય જિલ્લા કલેકટર, જિલ્લા સેશન્સ જજ, પોલીસ કમિશનર KDS, સિવિલ સર્જન રોજગાર અધિકારી લીગલ સર્વિસીસ ઓથોરિટીના પ્રતિનિધિ પ્રોટેકશન ઓફિસર સહિતના 15 અધિકારીઓ પણ સ્ટેટ કમિટીમાં સમાવવાનો નિર્ણય કર્યો હતો.