- ડો. સવજીભાઈ પટેલે આરોગ્ય સેવાનો મહાયજ્ઞ કર્યો શરૂ
- દર્દીઓ માટે ચા-પાણી અને ભોજનની વ્યવસ્થા
- પૈસા વગરના દર્દીઓને પણ મફત સારવાર સહિતની સુવિધા
અમદાવાદ: છેલ્લા દોઢેક વરસથી આપણે સૌ કોરોનાની મહામારી સામે ઝઝૂમીએ છીએ અને હાલમાં કોરોનાની પરિસ્થિતિ અતિ ગંભીર છે, ત્યારે આવા સમયમાં માંડલમાં એક ડૉક્ટરે ખરેખર આરોગ્ય રૂપી સેવાનો મહાયજ્ઞ શરૂ કર્યો છે.
આ પણ વાંચો: દમણ મહિલા મોરચાની ટીમ આવી કોવિડ દર્દીઓના વ્હારે
માંડલના ડોક્ટરે આરોગ્ય સેવાનો મહાયજ્ઞ શરૂ કર્યો
માંડલમાં કોઈ મોટી હોસ્પિટલ નથી, ત્યારે માંડલ અને આજુબાજુના ગ્રામ્ય વિસ્તારની પ્રજાને વહારે માંડલના ડો.સવજીભાઈ પટેલનું ભોળાનાથ કોમ્પલેક્ષ ખાતે ક્લિનિક આવેલું છે. તેમના ક્લિનિક ઉપર દરરોજના 300થી 400 જેટલા દર્દીઓની સારવાર કરે છે અને 67થી 70 જેવા ઓક્સિજન લેવલવાળાને વગર ઓક્સિજને માત્ર દવા આપી નવજીવન આપ્યું છે અને કોરોના પોઝિટિવ દર્દીઓને પણ હિંમત આપી રિકવર કરે છે.
માંડલના ડોક્ટરે આરોગ્ય સેવાનો મહાયજ્ઞ કર્યો શરૂ આ પણ વાંચો: આણંદના યુવાનની અનોખી સેવા, એમ્બ્યુલન્સની કરે છે વિનામૂલ્યે સફાઈ
ડોક્ટર દ્વારા દર્દીને સુવિધા આપવામાં આવે છે
માંડલના આ ડોક્ટર દર્દીઓ માટે જાણે દેવદૂત બનીને આવ્યા હોય તેવું લાગી રહ્યું છે. દર્દીઓને બેસવા માટે ખુરશી અને તાપ ન લાગે તેના માટે મંડપ બંધાવ્યો છે. તેમજ ચા,લીંબુ શરબત તેમજ ભોજનની પણ સુવિધા અને દર્દી પાસે રૂપિયા ન હોય તો પણ બાજુની લેબોરેટરીમાં રિપોર્ટ કઢાવી દવા આપવામાં આવે છે અને દર્દીને આવવા-જવાનું ભાડું પણ ન હોય તો સવજીભાઈ આપે છે. ખરેખર, ડો.સવજીભાઈ પટેલે માનવતાનું ઉતમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. આ મહામારીમાં ડો.સવજીભાઈએ ખરેખર માનવ સેવા માટેનો આરોગ્ય રૂપી મહાયજ્ઞ શરૂ કર્યો છે.