અમદાવાદઇડી અને ઇન્કમટેક્ષના અધિકારીની ખોટી ઓળખ આપી લાખોની ઠગાઇ કરનાર ગેંગનો એક આરોપી ઝડપાયો છે. આરોપી નોકરી આપવાના બહાને કરોડો રૂપિયાનું ટ્રાન્ઝેક્શન બતાવી ઇડી અને ઇન્કમટેક્ષ રેઇડની ધમકી આપી પૈસા પડાવતો હતો. આ રેકેટ દિલ્હીથી ચાલતુ હતું.આ કેસમાં નવી મોડ્સ ઓપરેન્ડીથી ઠગાઇનો ખેલ ( Fraudulent identification as IT officer Accused arrest by Ahmedabad Cyber Crime) થયો હતો.
નવી મોડસ ઓપરેન્ડીએક મહિલાને નોકરી ડોટ કોમ વેબસાઈટ પર ઓનલાઇન જોબ માટે એપ્લાય કરવું ભારે પડ્યું છે. આ કેસમાં જે નવી મોડસ ઓપરેન્ડી ( New modus operandi ) બહાર આવી છે તે ચોંકાવનારી છે. સેટેલાઇટમાં રહેતા 45 વર્ષીય દિવ્યાંગ દીપાલીબેન શાહે જોબ માટે નોકરી ડોટ કોમમાં ઓનલાઇન એપ્લાય કર્યું હતું. એપ્રિલ 2022એ દીપાલીબેન રાજીવ નામના શખ્સ ફોન આવ્યો હતો,જેણે કહ્યું કે નોકરીની જરૂર હોય તો તમારે પૈસા ભરવા પડશે. તેમ કહેતાં દીપાલીબેને ના પાડી હતી.જેથી રાજીવ નામના શખ્સે કહ્યું કે તમારી જોબ માટે અમારી કંપની પૈસા ભરી દેશે. નોકરીઓ ઓર્ડર આવે ત્યારે તમે આપી દેજો. જેથી તેમણે હા પાડી દીધી. થોડા સમય બાદ દીપાલીબેન પર એક ફોન આવ્યો અને ઇન્કમટેક્ષ અધિકારીની ઓળખ ( Fraudulent identification as IT officer) આપીને કહ્યું કે તમારા નામથી કોઈ કંપનીએ 4.30 કરોડનો ચેક તથા 1.80 લાખનો ચેક આપેલ છે. જે આતંકવાદીઓના ખાતામાંથી આવેલ હોય જેથી તમારે પૂછપરછ માટે દિલ્હી આવું પડશે અને જો હાજર નહીં થાવ તમારી ધરપકડ થશે. આમ કરી મહિલાને ડરાવીને આ કેસમાં બહાર નીકળવાનું કહી 89 લાખ રૂપિયા પડાવી લીધા છે. આ કેસમાં ( Fraudulent identification as IT officer Accused arrest by Ahmedabad Cyber Crime) દિલ્હીની ગેંગના એક સાગરિતની સાયબર ક્રાઇમ બ્રાંચે ધરપકડ કરી છે.