ગુજરાત

gujarat

ETV Bharat / city

કોવિડ દર્દી અને તેમના સ્વજનો માટે ચેતવણીરૂપ કિસ્સો, ઘરે સારવાર આપવાના બહાને કરી ઠગાઈ - ક્રાઈમ ન્યૂઝ

કોરોના દર્દીના પરિવારજનો જો ઘરે સારવાર કરાવવા માટે ડોક્ટર બોલાવતા હોવ તો ચેતી જજો. કારણ કે ક્યાંક નકલી ડોક્ટર તમારા પરિવારનું સ્વાસ્થ્ય બગાડી ન દે ત્યારે આવી જ એક ઘટના સામે આવી છે. જેમાં નકલી ડોક્ટર અને તેના સાથીના કારણે એક વ્યક્તિ મોતને ભેટ્યો છે. કોરોના દર્દીને સારવાર આપી બોગસ ડોક્ટર અને નર્સ તથા અન્ય એક શખ્શે પંદર દિવસના લાખ પડાવી ઠગાઈ આચરી હતી, પરંતુ કોરોના દર્દીને સારું ન થયું પણ જીવ ગુમાવવાનો વારો આવ્યો ત્યારે પોલીસે બે શખ્સોની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.

ઘરે સારવાર આપવાના બહાને કરી ઠગાઈ
ઘરે સારવાર આપવાના બહાને કરી ઠગાઈ

By

Published : May 15, 2021, 9:11 AM IST

  • કોરોના દર્દીના સ્વજનો માટે ચેતવણીરૂપ કિસ્સો
  • ઘરે સારવાર આપવાના નામે કરી ઠગાઈ
  • એક દિવસના 10 હજાર ચાર્જ લઈ 1.50 લાખની કરી ઠગાઈ
  • ડોક્ટર બોગસ હોવાનું સામે આવતા નોંધાઈ પોલીસ ફરિયાદ

અમદાવાદ:અમરાઈવાડીમાં રહેતી એક મહિલાના પતિને કોરોના પોઝિટિવ આવતા તેઓને હોમ કોરોન્ટાઇન કર્યા હતા. જ્યાં પાડોશીઓ દ્વારા ઘરે સારવાર કરવા ડોક્ટર આવતા હોવાનું ધ્યાને આવતા મૃતક વિશાલભાઈના પત્ની મેઘાબેને ડોકટરને શોધ્યા હતા. આસપાસના લોકોનું સારુ કરી દેવાનો દાવો કરનારા નરેન્દ્ર સાથે સારવાર કરવાની વાત કરી અને પંદર દિવસ નરેન્દ્રને રીના નામની નર્સે સારવાર કરી હતી. પરંતુ વિશાલભાઈને સારું તો ન થયું. તબિયત વધુ બગડી હતી.

કોવિડ દર્દી અને તેમના સ્વજનો માટે ચેતવણીરૂપ કિસ્સો

આ પણ વાંચો: ખેડામાં માત્ર 12 પાસ બોગસ ડૉક્ટર ઝડપાયો, 8 વર્ષથી ચલાવતો હતો દવાખાનું

નરેન્દ્ર ત્રણ-ચાર દિવસે એકવાર વિઝિટ કરવા માટે આવતો

જ્યારે વિશાલભાઈની તબિયત સારવાર છતાં વધુ બગડતા મેઘાબેન અને લોકોને શંકા ઉપજી હતી. જ્યારે ડોક્ટર નરેન્દ્રની ડિગ્રી બાબતે પૂછતાં તેણે ગલ્લા-તલ્લા કર્યા અને આખરે નરેન્દ્ર નકલી ડોક્ટર હોવાનો ભાંડો ફૂટ્યો હતો. જ્યારે નરેન્દ્ર ત્રણ-ચાર દિવસે એકવાર વિઝિટ કરવા માટે આવતો હતો અને તેની સાથે સોહીલ નામનો વ્યક્તિ પણ આવતો હતો.

આ પણ વાંચો: ધાંગધ્રાના નારીચાણા ગામેથી બોગસ ડોક્ટર ઝડપાયો

વધુ સારવાર માટે વિશાલભાઈને સિવિલ લઇ જવામાં આવ્યા

સારવાર દરમિયાન તેઓ આશ્વાસન આપતા કે, ચિંતા ન કરો તમારા પતિને સારું થઈ જશે. તમે મારા ઉપર ભરોસો રાખો. આ બન્નેની સાથે આવતી નર્સરીના વટવા હોસ્પિટલમાં કમ્પાઉન્ડર તરીકે નોકરી કરતી હોવાનું સામે આવ્યું હતું. જ્યારે સારું ન થતા વધુ સારવાર માટે વિશાલભાઈને સિવિલ લઇ જવામાં આવ્યા હતા અને ત્યાં તેમનું મૃત્યુ થયું હતું.

ગુનો નોંધી 2 લોકોની અટકાયત

આ સમગ્ર મામલે પોલીસે છેતરપિંડીનો ગુનો નોંધી 2 લોકોની અટકાયત કરી છે. જ્યારે રીના નામની યુવતી હાલ ફરાર છે. વિશાલભાઈનું મૃત્યુ થતાં હવે બેદરકારીની કલમ ઉમેરી આવા કેટલાય લોકોની નકલી અને સારવાર કરી છે, તેની તપાસ કરવામાં આવશે.

ABOUT THE AUTHOR

...view details