ગુજરાત

gujarat

ETV Bharat / city

લોનના નામે છેત્તરપિંડી કરનારા ઝડપાયા, આવી રીતે ફસાવતા માયાજાળમાં - Lure of getting a loan

બેંકમાં સીસી લોન કરવાના બહાને અરજદારોનો વિશ્વાસ જીતી અરજદારોના નામે લાખો રૂપિયાની લોન મેળવી કરોડો રૂપિયાનો બોજો નાખનાર ઠગની ધરપકડ થઈ છે. આર્થિક ગુના નિવારણ શખા દ્વારા બે આરોપીની ધરપકડ થઈ છે. જોકે મુખ્ય આરોપી એવા બેન્ક મેનેજર ફરાર છે. જેની શોધખોળ પાલીસ દ્વારા હાથ ધરવામાં આવી છે. Fraud by loans of lakhs rupees Applicant Names, Mercantile Co Op Bank in Ghodasar Ahmedabad, Cas Credit Loans on bogus documents

ઘોડાસરમાં વેપારીને લોન પાસ કરાવવાની મદદ કરી છેતરપિંડી કરનાર ઠગીયાઓ ઝડપાયા
ઘોડાસરમાં વેપારીને લોન પાસ કરાવવાની મદદ કરી છેતરપિંડી કરનાર ઠગીયાઓ ઝડપાયા

By

Published : Sep 3, 2022, 6:54 PM IST

અમદાવાદશહેરના ઘોડાસર વિસ્તારમાં આવેલી ગુજરાત મર્કન્ટાઈલ કો ઑપ બેંકના મેનેજર અને આરોપી પૂર્વેશ પરીખ મળીને આ છેતરપિંડી આચરી હતી. આર્થિક ગુના નિવારણ શાખાની કસ્ટડીમાં રહેલા બે આરોપી તેજસ પટેલ અને હિરેન નિમાવત છે. જે બન્ને આરોપીએ વેપારીને બેંકમાં પાંચ લાખની સીસી લોન (Cash Credit Loan Fraud in Ahmedabad Bank) પાસ કરાવવાની મદદ કરવાના બહાને છેતરપિંડી (Ahmedabad Banking Fraud Cases) કરી છે. આરોપીઓએ બેંકના મેનેજર અને આ કેસના ફરાર આરોપી પૂર્વેશ પરીખ સાથે મળી આ છેતરપિંડી આચરી છે.

બેંકમાં સીસી લોન કરવાના બહાને અરજદારોનો વિશ્વાસ જીતી અરજદારો ના નામે લાખો રૂપિયાની લોન મેળવી કરોડો રૂપિયાનો બોજો નાખનાર ઠગ ની ધરપકડ કરાઈ છે

બોગસ ડોક્યુમેન્ટના આધારે લોન આરોપીઓએ ફરિયાદી વેપારી અને તેમના ભાભીના નામે (Fraud by loans of lakhs rupees Applicant Names) ના આધારે લોન (Cash Credit Loans on bogus documents) મેળવી ફરાર થઇ ગયા હતા. ઝડપાયેલા આરોપીની પૂછપરછ કરતા એજન્ટ હર્ષદ પટેલે ફરિયાદીની કંપનીના નામે લોન અપાવવાની લાલચે (Lure of getting a loan) પૂર્વેશ પરીખ સાથે મુલાકાત કરાવી હતી. જે પૂર્વેશ અરજદાર અને તેમની ભાભીના ડોક્યુમેન્ટ મેળવી સીસી લોન અપાવવાના બહાને 45 લાખની બે અલગ અલગ લોન પાસ કરાવી ઠગાઈ કરી હતી.

ફરિયાદીને બેંકની નોટિસજ્યારે ફરિયાદીને બેંકની નોટિસ મળતા આખો મામલો સામે આવ્યો હતો. જે બાદ તપાસ કરતા કુલ 1.32 કરોડનો બોજો ફરિયાદીના માથે હોવાનું સામે આવતા ફરિયાદ નોંધવામાં આવી હતી. ત્યારબાદ આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી. આ ગુનામાં મુખ્ય આરોપી સુધી પોલીસ પહોંચે તે પહેલા જ તે ફરાર થઇ ગયો હતો.

શું નવા ખુલાસા અને છેતરપિંડી આંકડો જોકે અરજદારની પૂછપરછ અને પોલીસ તપાસમાં અન્ય પાંચથી છ લોકો આજ રીતે ભોગ બન્યા હોવાનું સામે આવ્યું છે. જેથી પોલીસે તેમની પૂછપરછ અને નિવેદનના આધારે વધુ ગુના નોંધવાની તજવીજ હાથ ધરી છે. તપાસમાં શું નવા ખુલાસા થાય છે, વધુ આરોપીઓની ધરપકડ બાદ છેતરપિંડીની રકમ અને ભોગ બનનારનો આંકડો કેટલે પહોંચે છે. તે જોવું રહ્યું.

ABOUT THE AUTHOR

...view details