અમદાવાદગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી આડે માંડ દોઢ મહિનો બાકી રહ્યો છે. ત્યારે ગુજરાતના પૂર્વ મુખ્યપ્રધાન શંકરસિંહ વાઘેલા તેલંગાણાના મુખ્યપ્રધાન કે. ચંદ્રશેખર રાવને મળ્યા છે. ખૂબ ઉષ્માપૂર્વક મળીને તેમણે હૈદરાબાદના પ્રગતિ ભવનમાં (Shankarsinh Vaghela meet TRS CM ) બેઠક કરી હતી. શંકરસિંહ બાપુએ તેલંગાણાના CMને લાલ ગુલાબનો બુકે આપ્યો હતો.(Shankarsinh Vaghela visits Telangana)
તેલંગાણાના CM સાથે બેઠક કરીને બાપુએ આનંદ કર્યો વ્યક્ત શંકરસિંંહ બાપુએ મિત્ર ગણાવ્યા શંકરસિંહ બાપુએ ટ્વીટ કરીને તેલંગાણાના CMને પોતાનો મિત્ર ગણાવ્યો હતો. તેમજ તેમની સાથે બેઠક પછી આનંદ વ્યક્ત કર્યો હતો. આ નેશનલ રાજકીય સ્થિતી પર ચર્ચા કરી છે, તેમ જણાવ્યું હતું. TRS પાર્ટીએ ટ્વીટ કરીને લખ્યું હતું કે, શંકરસિંહ સાથે બેઠકમાં કે. ચંદ્રશેખર રાવે દેશના રાજકારણ અને હાલના રાજકીય ઈસ્યૂ પર ચર્ચા કરી હતી. પણ શું ચર્ચા થઈ તે હજી સુધી બહાર આવ્યું નથી. (Shankarsinh Vaghela meeting Telangana CM)
શંકરસિંહ વાઘેલા તેલંગાણાની મુલાકાતે KCRનો ભાજપને પડકાર તાજેતરમાં મુખ્યપ્રધાન કે. ચંદ્રશેખર રાવે કેન્દ્રમાં ભાજપની સરકારને પડકાર ફેંક્યો હતો. મહારાષ્ટ્રમાં ભાજપે ગાદી કબજે કર્યા પછી મુખ્યપ્રધાન કે. ચંદ્રશેખર રાવે ભાજપને ધમકી આપી હતી. તે વખતે કે ચંદ્રશેખર રાવે કહ્યું હતું કે, ભાજપા તેલંગામામાં મારી સરકારને તોડી નાંખે તેની હું રાહ જોઈએ. હૈદરાબાદમાં હાજર કેટલાક કેન્દ્રીય પ્રધાનો દાવો કરી રહ્યા છે કે મહારાષ્ટ્રમાં મહા વિકાસ અઘાડી સરકારને તોડી પાડ્યા પછી તેલંગાણામાં મુખ્યપ્રધાન કે. ચંદ્રશેખર રાવે સરકાર પાડવાનો સમય આવી ગયો છે. મુખ્યપ્રધાન કે. ચંદ્રશેખર રાવે જણાવ્યું હતું કે, ઠીક છે અમારી સરકારને તોડી આપો, હું પણ એ ક્ષણની રાહ જોઈએ. જેથી હું મુક્ત થઈ શકું અને પછી કેન્દ્રની સરકારને તોડી પાડું.
તેલંગાણા CM સાથેે શંકરસિંહ વાઘેલાની બેઠક મોદી સરકાર વિરોધી ચર્ચા થઈ હશેતે અગાઉ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભાજપની રાષ્ટ્રીય કાર્ય સમિતિની બેઠકમાં ભાગ લેવા આવ્યા હતા, ત્યારે સીએમ મુખ્યપ્રધાન કે. ચંદ્રશેખર રાવે વડાપ્રધાન મોદીનું સ્વાગત કરવા એરપોર્ટ પર આવ્યા ન હતા. આમ ભાજપ અને મોદી વિરોધી બે નેતા કે ચંદ્રશેખર રાવ અને ગુજરાતના શંકરસિંહ વાઘેલાની બેઠકમાં ભાજપના રાજમાં શું સમસ્યા છે, અને કયા ઈસ્યૂ છે? એટલે કે મોદી સરકાર વિરોધી જ ચર્ચા થઈ હોય તેમ જાણવા મળે છે. Shankersinh Vaghela meets KCR, Former Gujarat CM Shankarsinh Vaghela meet TRS CM