અમદાવાદગુજરાત કૉંગ્રેસને રવિવારે વધુ એક ફટકો (Gujarat congress news today) પડ્યો હતો. કારણ કે, કૉંગ્રેસ યુથ પ્રમુખ વિશ્વનાથસિંહ વાઘેલાએ (Gujarat youth congress president ) પોતાના પદ પરથી રાજીનામું (Vishwanath Singh Vaghela resigns) આપી દીધું હતું. ત્યારે હવે વિશ્વનાથસિંહ વાઘેલાના ભાજપ પ્રદેશ પ્રમુખ સી. આર. પાટીલ અને (CR Patil latest news) ગૃહ રાજ્યપ્રધાન હર્ષ સંઘવી સાથેના ફોટો સામે આવ્યા છે. તેને જોતા લાગી રહ્યું છે કે, તેઓ ટૂંક સમયમાં ભાજપમાં (Vishwanath Sinh Vaghela likely to join BJP ) જોડાશે.
ગુજરાત યુથ કૉંગ્રેસના પૂર્વ પ્રમુખ વિશ્વનાથસિંહ વાઘેલા ભાજપમાં જોડાશે - vishwanath sinh vaghela likely to join bjp
ગુજરાત યુથ કૉંગ્રેસમાંથી રાજીનામું આપનારા વિશ્વનાથસિંહ વાઘેલા ભાજપમાં જોડાશે, તેવ સંકેત મળી રહ્યા છે. કારણ કે ભાજપના પ્રદેશ પ્રમુખ સી. આર. પાટીલ અને ગૃહ રાજ્યપ્રધાન હર્ષ સંઘવી સાથેના તેમના ફોટો સામે આવ્યા છે. Vishwanath Singh Vaghela resigns, Gujarat youth congress president
ચૂંટણી પહેલા પક્ષપલટાની સિઝન મહત્વનું છે કે, રાજ્યમાં વિધાનસભાની ચૂંટણી (Gujarat Assembly Election 2022) પહેલા પક્ષપલટો અને રાજીનામાની મૌસમ પૂરજોશમાં ખીલી રહી છે. આજે રાહુલ ગાંધી ગુજરાતની મુલાકાતે છે. તે પહેલા જ કૉંગ્રેસ યુથ પ્રમુખે રાજીનામું ધરી દીધું હતું. તેમના આ નિર્ણયથી ગુજરાત કૉંગ્રેસને મોટો (Gujarat Congress youth Congress) ફટકો પડ્યો છે. રાજીનામા સાથે એક લેટર પણ કાર્યકર્તાઓને વોટ્સએપ મારફતે મોકલવામાં આવ્યો છે. સાત પાનાના આ પત્રમાં તેમણે ઘણી વાતો કહી છે.
મોટા આક્ષેપોકૉંગ્રેસમાંથી રાજીનામું આપ્યા બાદ વિશ્વનાથ સિંહ વાઘેલાએ જણાવ્યું હતું કે, સિનિયર નેતાઓના આંતરિક ડખામાં મારો ભોગ લેવાયો છે. કૉંગ્રેસે મારા કાર્યક્રમોને નિષ્ફળ કરવાના ઘણા પ્રયાસો કર્યા છે. નેતાઓના દીકરા દીકરીઓ અને પૈસાદાર લોકો માટે જ આ પાર્ટીમાં જગ્યા છે. પાર્ટીમાં અંદરોઅંદરના જ લોકો દુશ્મન છે. પ્રજાનો મિજાજ પારખનારા નેતાઓ રાહુલથી ગાંધીથી દૂર થઈ રહ્યા છે.