ગુજરાત

gujarat

ETV Bharat / city

રાજકીય સન્માન સાથે માધવસિંહ સોલંકીને અપાઈ અંતિમ વિદાય, પુત્ર ભરતસિંહે આપી મુખાગ્નિ - gujaratinews

ગુજરાતના પૂર્વ મુખ્યપ્રધાન માધવસિંહ સોલંકીનો પાર્થિવ દેહ પંચમહાભૂતમાં વિલિન થયો છે. માધવસિંહ સોલંકીનું શનિવારે 94 વર્ષની વયે ગાંધીનગર સ્થિત તેમના નિવાસ સ્થાને અવસાન થયું હતું. જે બાદ આજે રાજકીય સમ્માન સાથે તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા.

સ્વ.માધવસિંહ સોલંકી
સ્વ.માધવસિંહ સોલંકી

By

Published : Jan 11, 2021, 7:24 AM IST

સ્વ.માધવસિંહ સોલંકીનો પાર્થિવદેહ પંચમહાભૂતમાં વિલિન

રાજકીય સન્માન સાથે આપવામાં આવ્યો અંતિમસંસ્કાર

માધવસિંહ સોલંકીનું શનિવારે 94 વર્ષની વયે નિધન


અમદાવાદ :ગુજરાતના પૂર્વ મુખ્યપ્રધાન માધવસિંહ સોલંકીનો પાર્થિવ દેહ પંચમહાભૂતમાં વિલિન થયો છે. માધવસિંહ સોલંકીનું શનિવારે 94 વર્ષની વયે ગાંધીનગર સ્થિત તેમના નિવાસ સ્થાને અવસાન થયું હતું. જે બાદ આજે રાજકીય સમ્માન સાથે તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા.

મોટી સંખ્યામાં કોંગ્રેસ નેતાઓ અને કાર્યકર્તાઓ તેમના અંતિમ દર્શન કરવા માટે આવ્યા

માધવસિંહ સોલંકીના પાર્થિવ દેહને ગાંધીનગર સ્થિત તેમના સત્તાવાર નિવાસસ્થાનેથી અમદાવાદ લાવવામાં આવ્યો હતો. જ્યાં પ્રદેશ કોંગ્રેસના કાર્યાલયમાં માધવસિંહ સોલંકીના પાર્થિવ દેહને અંતિમ દર્શન માટે રાખવામાં આવ્યો હતો. જ્યાં મોટી સંખ્યામાં કોંગ્રેસ નેતાઓ અને કાર્યકર્તાઓ તેમના અંતિમ દર્શન કરવા માટે આવ્યા હતા. માધવસિંહ સોલંકીને ગાર્ડ ઓફ ઓનર પણ આપવામાં આવ્યું હતું. કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી વતી બાલાસાહેબ થોરાટ અને ટીએસ સિંઘ દેવે માધવસિંહને પુષ્પાંજલિ અર્પણ કરી હતી. જે બાદ પાલડી સ્મશાન ગૃહ ખાતે તેમના પાર્થિવ દેહને લઈ જવામાં આવ્યો હતો. જ્યાં માધવસિંહના પુત્ર ભરતસિંહ સોલંકીએ મુખાગ્નિ આપી હતી.

રાજકીય સન્માન સાથે કરાયા અંતિમસંસ્કાર

મુખ્યપ્રધાન વિજય રૂપાણીના અધ્યક્ષ સ્થાને મળેલી રાજ્ય પ્રધાન મંડળની બેઠકમાં પૂર્વ મુખ્યપ્રધાન સ્વ. માધવસિંહ સોલંકીના દુખદ અવસાન અંગે શોક વ્યક્ત કરવામાં આવ્યો હતો અને શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી હતી. પ્રધાન મંડળના સભ્યોએ આ બેઠકમાં સદગત માધવસિંહ સોલંકીના સન્માનમાં બે મિનિટનું મૌન પાળી દિવંગત આત્માની પરમ શાંતિની પ્રાર્થના કરી હતી. આટલું જ નહીં, મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ માધવસિંહના નિવાસસ્થાને જઈને તેમના પાર્થિવ દેહને પુષ્પાંજલિ અર્પણ કરી હતી. CM રૂપાણીએ માધવસિંહ સોલંકીના સન્માનમાં રાજ્યમાં એક દિવસનો શોક પાળવાની જાહેરાત કરી છે. આ સાથે જ સ્વ. માધવસિંહ સોલંકીના અંતિમ સંસ્કાર પણ સંપૂર્ણ રાજકીય સમ્માન સાથે કરવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો.

આ પણ વાંચો :

ABOUT THE AUTHOR

...view details