અમદાવાદઃ અગાઉ 9મી સપ્ટેમ્બરના રોજ અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશનના ડેપ્યુટી મેયર દિનેશ મકવાણાને કોરોના પોઝિટિવ રિપોર્ટ આવ્યો હતો. જેથી તેઓ 14 દિવસ હોમ કવોરોન્ટાઇન થયા હતા. 22મી સપ્ટેમ્બરે 14 દિવસ પૂર્ણ થયા છે. તેઓ સ્વસ્થ હોવાનું તેમણે જાહેર કર્યું છે.
અમદાવાદના માજી મેયર ગૌતમ શાહનો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ
અમદાવાદના માજી મેયર ગૌતમ શાહનો બુધવારના રોજ કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. તેમને સારવાર માટે એસ.વી.પી. હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. આ અગાઉ સંખ્યાબંધ કોર્પોરેટરો તથા ધારાસભ્યો, સંસદ સભ્યો કોરોના પોઝિટિવ આવ્યા હતા.
અમદાવાદના માજી મેયર ગૌતમ શાહનો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ
25મી સપ્ટેમ્બરના રોજ ટાઉન હોલ ખાતે અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશનની માસિક સામાન્ય સભાની બેઠક યોજાવાની છે. આ બેઠકમાં ભાગ લેનારા તમામ કાઉન્સિલરોના પણ ટેસ્ટ થશે. જેમના રિપોર્ટ નેગેટીવ આવશે તેઓ જ આ બેઠકમાં ભાગ લઇ શકશે. કોરોના પોઝિટિવ રિપોર્ટ ધરાવનારા કાઉન્સિલરો ઘરેથી ઓનલાઇન બેઠકમાં હાજરી આપવાની રહેશે.