અમદાવાદઃ ગુજરાત હાઈકોર્ટના કાર્યકારી પૂર્વ ચીફ જસ્ટિસ અનંત દવેનું સોમવારે નિધન થયું છે. અનંત દવે સપ્ટેમ્બર 2019માં નિવૃત થયા હતા અને ત્યારબાદ વર્તમાન ચીફ જસ્ટિસ વિક્રમનાથની નિમણુંક કરવામાં આવી હતી.
ગુજરાત હાઈકોર્ટના પૂર્વ કાર્યકારી ચીફ જસ્ટિસ અનંત દવેનું 62 વર્ષની વયે અવસાન - અનંત દવે
ગુજરાત હાઈકોર્ટના કાર્યકારી પૂર્વ ચીફ જસ્ટિસ અનંત દવેનું સોમવારે નિધન થયું છે.
છેલ્લા બે સપ્તાહથી ખાનગી હોસ્પિટલમાં તેમની સારવાર ચાલી રહી હતી. જોકે તબિયત લથડતા તેમનું નિધન થયું છે. ગુજરાત હાઈકોર્ટના જસ્ટિસ અનંત દવેની વર્ષ 2004માં જજ તરીકે ગુજરાત હાઈકોર્ટેમાં નિમણુંક કરવામાં આવી હતી અને 2006માં તેમને કાયમી જજ તરીકે નિમણુંક થઈ હતી. વર્ષ 1984માં વકીલાત વ્યવસાયિક રીતે શરૂ કરી હતી. ત્યારબાદ તેઓ મદદનીશ સરકારી વકીલ સહિતના પદ પર કાર્યરત રહ્યા હતા.
2019માં પાર્કિંગ ફી વસૂલવા મુદ્દે ચુકાદો પણ તેમની અધ્યક્ષતાવાળી ડિવિઝન બેંચ દ્વારા આપવામાં આવ્યો હતો. હાઈકોર્ટની કામગીરીનું મોનીટરીંગ કરવા માટે 2019માં વોર રૂમની સ્થાપના પણ કરી હતી. 62 વર્ષની વયે તેમનું અવસાન થયુ છે. તેમણે ગોધરાકાંડને લગતા કેસોની પણ સુનાવણી કરી હતી. જસ્ટિસ અનંત દવેએ તેમના કાર્યકાળ દરમિયાન 11 આરોપીઓને મૃત્યુ દંડની સજા ફટકારી હતી.