- રથયાત્રાના રૂટ પર ફૂટ પેટ્રોલિંગ કરવામા આવ્યું
- રેપીડ એક્શન ફોર્સ અને પોલીસ જવાનોને શામેલ કરાયા
- રાઉન્ડ ધ કલોક પેટ્રોલિંગ કરવામા આવી રહ્યું છે
અમદાવાદ :ભગવાન જગન્નાથની ૧૪૪ મી રથયાત્રા ( 144th Jagannathji Rathyatra ) ને લઈને છેલ્લા કેટલાક દિવસથી પોલીસના જવાનો અને SRP ( State Reserve Police )ની ટુકડી તેમજ રેપિડ એક્શન ફોર્સ ( Rapid Action Force ) દ્વારા રથયાત્રાના રૂટ ઉપર પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે, ત્યારે આજે રવિવારે પોલીસ અને રેપિડ એક્શન ફોર્સ દ્વારા સંવેદનશીલ વિસ્તારમાં ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત, ચેકિંગ પણ કરાયું હતું, આ ફૂટ પેટ્રોલિંગમાં 30 જેટલા પોલીસ જવાનો અને 50 જેટલા રેપીડ એક્શન ફોર્સના જવાનો શામેલ થયા હતા. પોલીસ દ્વારા રથયાત્રાને લઈને તમામ તૈયારીઓ કરી દેવામાં આવી છે.
આ પણ વાંચો:અમદાવાદમાં કરફ્યુ સાથે નીકળી શકે રથયાત્રા ?, જાણો શું છે સંભાવના....
રથયાત્રા કાઢવા માટે પોલીસ સજ્જ