લૉકડાઉનના પગલે સિનેમાઘરોની હાલત કફોડી બની - Corona lock down
કોરોના મહામારીના કારણે દેશભરમાં છેલ્લાં બે મહિનાથી ચાલી રહેલા લોકડાઉનના પગલે હાલ અનલોક-1માં છૂટછાટ મળી છે. પરંતુ સિનેમાઘરો ચાલુ કરવાની મંજૂરી હજી સુધી મળી નથી. જોકે બે અઢી મહિનાથી બંધ રહેલા સિનેમાઘરોને રેવન્યુ જનરેટ કરવું મુશ્કેલ બની ગયું છે. ગુજરાતમાં જેટલા પણ સિનેમાઘર છે તેમનો મહિનાનો લાખોમાં બિઝનેસ થતો હોય છે પરંતુ તે બધું હાલ બંધ પડ્યું છે.
લૉકડાઉનના પગલે સિનેમાઘરોની હાલત કફોડી બની
અમદાવાદઃ જોકે થોડા સમય પહેલાં ગુજરાતમાં થિયેટર્સ શરૂ કરવાની માગ કરી હતી પરંતુ તેની મંજૂરી મળી ન હતી. હવે જ્યારે અનલોક-1ની શરૂઆત થઇ છે. ત્યારે લાગી રહ્યું છે કે, અનલોક 4 માં સિનેમાઘરો ખુલશે પરંતુ સેનેટાઇઝ ટનલ, એક ચેર વચ્ચે જગ્યા રાખવામાં આવશે.