ETV Bharat Gujarat

ગુજરાત

gujarat

ETV Bharat / city

અમદાવાદની સમૃદ્ધિ માટે દ્વારપાળે સર કલમ કરાવી દીધું હતું, મા લક્ષ્મીજી પાસેથી લીધું હતું આ વચન - ભદ્રના કિલ્લાનો દ્વારપાળ

અમદાવાદ (Ahmedabad)ના નિર્માણથી લઇને અત્યાર સુધી આ શહેર સાથે જોડાયેલી અનેક રોમાંચક અને ચોંકાવી દેનારી ઘટનાઓ, કહાનીઓ અને વાતો જોડાયેલી છે. આજે એજ્યુકેટર સુભાષ બ્રહ્મભટ્ટ (Subhash Brahmbhat) આપણને એક એવી જ લોકવાયકા (Folklore)ની સફરે લઇ જશે.

અમદાવાદની સમૃદ્ધિ માટે દ્વારપાળે સર કલમ કરાવી દીધું હતું, મા લક્ષ્મીજી પાસેથી લીધું હતું આ વચન
અમદાવાદની સમૃદ્ધિ માટે દ્વારપાળે સર કલમ કરાવી દીધું હતું, મા લક્ષ્મીજી પાસેથી લીધું હતું આ વચન
author img

By

Published : Nov 2, 2021, 6:22 PM IST

  • દ્વારપાળે અમદાવાદની સમૃદ્ધિ માટે પોતાનું મસ્તક કલમ કરાવ્યું
  • દેવી લક્ષ્મીજીને ભદ્રનો કિલ્લો છોડી જતા દ્વારપાળે અટકાવ્યા
  • દ્વારપાળના કારણે આજે પણ અમદાવાદમાં બરકત

અમદાવાદ: અમદાવાદ (Ahmedabad) હમેંશાથી પ્રગતિ અને આર્થિક સમૃદ્ધિનું સ્ત્રોત રહ્યું છે. ભૂતકાળથી લઈ આજ દિન સુધી તેણે કુદરતી આપત્તિઓ (Natural Disasters)ની સાથોસાથ આતંકવાદ (Terrorism) જેવી મહાભયાનક સમસ્યાઓને પોતાની છાતીએ ઝીલી છે, છતાં તેની પ્રગતિના પંથો ક્યારેય પાછળ ધકેલાયા નથી. શું તમે જાણો છો અમદાવાદના રોમાંચિત કરનારા ઇતિહાસ સાથે એક પ્રસિદ્ધ લોકવાયકા પણ જોડાયેલી છે? આ લોકવાયકા પાછળ ન માત્ર અમદાવાદની આર્થિક સમૃદ્ધિનું એક રાઝ છુપાયેલું છે, પરંતુ તેની સાથેસાથે હિંદુ-મુસ્લિમોના સંબંધોની મૈત્રી પણ છૂપાયેલી છે.

અમદાવાદની સમૃદ્ધિ માટે દ્વારપાળે સર કલમ કરાવી દીધું હતું, મા લક્ષ્મીજી પાસેથી લીધું હતું આ વચન

લક્ષ્મીજીને દ્વારપાલની વિનંતી

વાત એ સમયની છે, જ્યારે અમદાવાદમાં બાદશાહ અહમદશાહ (Badshah Ahmed shah)નું શાસન હતું ત્યારે એક દિવસ બાદશાહ અહમદ શાહ પોતાના કક્ષમાં રાતના સમયે ઊંઘ લઈ રહ્યા હતા. મધ્યરાત્રીએ દ્વાર ઉપર સુંદર શલીલસ્વરૂપા મા લક્ષ્મીજીને મંત્રમુગ્ધ કરી દેનારા સ્વરૂપ સાથે ભદ્ર કિલ્લાની બહાર જતા જોઈ દ્વારપાળ તેમને રોકી લે છે. દ્વારપાળ તેમને વિનંતી કરે છે કે તેઓ હાલ બાદશાહની મંજૂરી ન હોવાથી આ રીતે કિલ્લાને છોડીને ન જાય. સવારે બાદશાહ ઊઠી જાય ત્યારબાદ આપ તેમની સાથે મુલાકાત કરીને પછી નિર્ણય કરજો. મા લક્ષ્મીજી જવાની જીદ કરતા દ્વારપાળ માતા પાસે એક વચન લે છે.

દ્વારપાલ કમલપ્રિયા લક્ષ્મીજી પાસેથી વચન લે છે

દ્વારપાળ હરિવલ્લભી માતા લક્ષ્મીજીની જીદ સામે તેમની વાત માનવા તૈયાર તો થાય છે પણ સામે એક વચન લે છે કે તે પોતે નોકર હોવાથી પોતાની ફરજ માટે બંધાયેલો છે. તેથી તેણે આની જાણ બાદશાહને કરવી જ પડશે. જતા પહેલા તે કમલપ્રિયા લક્ષ્મીજી પાસેથી વચન લે છે કે તે જ્યાં સુધી પાછો ન ફરે ત્યાં સુધી તેઓ દ્વાર પર જ રોકાય. લક્ષ્મીજીએ તેની રાહ જોવા વચન આપ્યું અને દ્વારપાળ પોતે બાદશાહના શયનકક્ષ તરફ આગળ વધે છે.

દ્વારપાલે બાદશાહને પોતાનું સર કલમ કરવા કહ્યું

દ્વારપાળે બાદશાહને કહ્યું કે, "તમે મારુ સર કલમ કરી દો". દ્વારપાળ જ્યારે બાદશાહના કક્ષમાં જઈ તેમને ઘટના સવિસ્તાર જણાવે છે, ત્યારે બાદશાહ તેમને પૂછે છે કે, આમ દેવીને દ્વાર પર એકલા મૂકી આવતા શું તેઓ જતા રહ્યા નહી હોય? એવામાં દ્વારપાળ તેમને જણાવે છે કે, તેમણે માતા પાસેથી વચન લીધું છે કે જ્યાં સુધી તે પાછો ન ફરે તેઓ દ્વાર છોડીને ન જાય. તે બાદશાહને આજીજી કરે છે કે તલવારથી તમે મારુ મસ્તક કલમ કરી દો, જો હું કદી પાછો જ નહીં ફરું તો લક્ષ્મીજી ક્યારેય આ શહેર છોડીને જશે જ નહીં. અને બાદશાહ દ્વારપાળનું શીશ કલમ કરી દે છે. આમ આજ દિન સુધી લક્ષ્મીજી ભદ્ર કિલ્લાના દ્વાર પાસે દ્વારપાળની રાહ જોઇ રહ્યા છે. જ્યાં આજે ભદ્રકાલીનું મંદિર છે.

આ પણ વાંચો: જાણો આજે કઇ રીતે કરશો ધનતેરસની પૂજા ?

આ પણ વાંચો: લક્ષ્મીજીનું પ્રિય કમળ ધનતેરસ આવતાં બન્યું મોંઘુ, ભાવમાં થયો વધારો

ABOUT THE AUTHOR

...view details