ગુજરાત

gujarat

ETV Bharat / city

Fly over bridge:વૈષ્ણોદેવી સર્કલ પર 28 કરોડના ખર્ચે તૈયાર થયો ફલાય ઓવર, ટૂંક સમયમાં મૂકાશે ખુલ્લો

ગાંધીનગર-સરખેજ હાઈવે પર વૈષ્ણોદેવી સર્કલ(Vaishno Devi Circle) પર રૂપિયા 28 કરોડના ખર્ચે તૈયાર થયેલો ફલાય ઓવર(Fly Over) ટૂંક સમયમાં નાગરિકો માટે ખુલ્લો મૂકાશે. આ નિવેદન નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે(Nitin Patel) નિરીક્ષણ બાદ મીડિયા સમક્ષ જણાવ્યું હતું. વધુમાં તેમણે જણાવ્યું કે, એક લાખ જેટલા વાહનો અહીંથી પસાર થશે.

ETV BHARAT
વૈષ્ણોદેવી સર્કલ પર 28 કરોડના ખર્ચે તૈયાર થયો ફલાય ઓવર

By

Published : May 27, 2021, 9:38 PM IST

  • નાયબ મુખ્યપ્રધાનેઓવરબ્રીજનું કર્યું નિરીક્ષણ
  • AUDAના સહયોગથી નવો 6 માર્ગીય અંડરપાસ બનશે
  • કોરોનાના કપરાકાળમાં વિકાસકામોને પ્રાધાન્ય
  • લાખ જેટલા વાહનો અહીંથી પસાર થશે
    વૈષ્ણોદેવી સર્કલ પર 28 કરોડના ખર્ચે તૈયાર થયો ફલાય ઓવર

ગાંધીનગર: આજે ગુરુવારે ગાંધીનગર સરખેજ હાઈવે પર વૈષ્ણોદેવી સર્કલ(Vaishno Devi Circle)ના ફ્લાય ઓવર(Fly Over) અને ખોડિયાર ઓવરબ્રીજના કામોનુ સ્થળ નિરીક્ષણ કરી નાયબ મુખ્યપ્રધાને સમીક્ષા કરી હતી. આ મુલાકાત દરમિયાન માર્ગ મકાન વિભાગના સચિવ સંદિપ વસાવા સહિત માર્ગ મકાન વિભાગના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ નિરીક્ષણ બાદ ખોડિયાર કન્ટેનર પાસેના ઓવરબ્રીજ(Over Bridge)નુ કામ પણ પૂર્ણ કરી સત્વરે ખુલ્લો મૂકાશે તેવું તેમણે જણાવ્યું હતું. AUDAના સહયોગથી રિંગરોડ નીચે 6 માર્ગીય અંડરપાસ પણ બનાવાશે તેવું તેમણે જણાવ્યું હતું.

આ પણ વાંચોઃ જુઓ...વૈષ્ણોદેવી સર્કલ પર તૈયાર થયેલું બ્રીજ ડ્રોનની નજરે

વૈષ્ણોદેવી સર્કલ પરના ફ્લાય ઓવરનું કામ પૂર્ણ

નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે(Nitin Patel) જણાવ્યું કે, રૂપિયા 28 કરોડના ખર્ચે ગાંધીનગર-સરખેજ હાઈવે પર નિર્મિત વૈષ્ણોદેવી સર્કલ(Vaishno Devi Circle) પરના ફ્લાય ઓવર(Fly Over)નું કામ પૂર્ણ થયુ છે. જે આગામી ટૂંક સમયમાં નાગરિકો માટે ખૂલ્લો મૂકાશે. જેના પરિણામે દૈનિક 1 લાખથી વધુ વાહનો અહીંથી પસાર થશે. તે તમામ નાગરિકોના સમય અને ઈંધણની બચત સાથે સુરક્ષિત પ્રવાસ મળશે અને ટ્રાફિકના પ્રશ્નો હલ થશે. કરોનાના કપરા કાળમાં પણ રાજ્યની આર્થિક ગતિવિધિ ચાલુ રહેશે, લોકોને રોજગારી મળી રહે અને વિકાસના કામો ચાલુ રાખીને નાગરિકોની સુખાકારીમાં વધારો થાય તેને પણ રાજ્ય સરકારે પ્રાધાન્ય આપ્યું છે. વિકાસકામો માટે બજેટમાં જે જોગવાઈ કરી હતી અને જે કામો શરૂ કર્યા હતા તેને અટકવા દીધા નથી પરંતુ ચાલુ રહ્યાં છે.

નાયબ મુખ્યપ્રધાન

આ પણ વાંચોઃ જામનગરમાં પ્રથમ ફ્લાય ઓવર બ્રિજની મળી મંજૂરી

AUDAના સહયોગથી રિંગરોડ નીચે પણ 6 માર્ગીય અંડરપાસ બનાવવાનું શરૂ કરાયું

નાયબ મુખ્યપ્રધાને ઉમેર્યું કે, AUDAના સહયોગથી રિંગરોડ(Ring road) નીચે પણ 6 માર્ગીય અંડરપાસ બનાવવાનુ કામ, માર્ગ મકાન વિભાગ દ્વારા શરૂ કરી દેવાયું છે. જે પૂર્ણ થતાં ગુજરાતમા ફ્લાય ઓવર(Fly over),અંડરપાસ અને સર્વિસ રોડ(Service Road) સાથેનુ વિશિષ્ટ નજરાણુ મળશે અને આ કામો પૂર્ણ થતાં દૈનિક 2.5 લાખ વાહનો પસાર થાય છે એમને પણ ટ્રાફિકની સમસ્યાઓ દૂર થશે. આ રસ્તો એરપોર્ટથી સરદારધામ થઈ સૌરાષ્ટ્રને જોડશે. જેના પરિણામે સૌરાષ્ટ્ર તરફ જતા નાગરિકોને સરળતા રહેશે. ખોડિયાર કન્ટેનર પાસેના ઓવરબ્રીજનું કામ પણ પૂર્ણ થયુ છે. જે સત્વરે ખુલ્લો મૂકાશે. જેના પરિણામે પણ નાગરિકોની અવર-જવરની સુવિધામાં વધારો થશે.

ABOUT THE AUTHOR

...view details