- બ્રેઈન ટ્યુમરથી પીડાતી ફ્લોરાની બીજી ઈચ્છા થઈ પૂર્ણ
- બોલિવુડ ગાયિકા નેહા કક્કરે ફ્લોરાને આપી જન્મદિવસની શુભેચ્છા
- ફ્લોરા અમદાવાદની એક દિવસની કલેક્ટર બની હતી
અમદાવાદઃ સરગાસણમાં રહેતી ફ્લોરા નામની 11 વર્ષની બાળકી બ્રેઈન ટ્યુમરની બીમારીથી પીડાઈ રહી છે. ફ્લોરા ધોરણ 7માં અભ્યાસ કરી રહી છે. ફ્લોરાની ઈચ્છા કલેક્ટર બનવાની છે. અમદાવાદના કલેક્ટર સંદીપ સાંગલેએ તેમની ઈચ્છાને માન આપીને ફ્લોરાને એક દિવસની કલેક્ટર બનાવી અનોખી પહેલ કરી હતી. ફ્લોરાની નાજુક તબિયતન હોવા છતા તે જીવનના દરેક પળને કેવી રીતે માણવો તે દરેકને શીખવી રહી છે. ફ્લોરા બોલિવુડ ગાયિકા નેહા કક્કરના ગીત ગાઈ રહી છે. ફ્લોરા માટે બીજી ખુશીની વાત એ છે કે, નેહા કક્કરે એક વીડિયો બનાવી ફ્લોરાને ખાસ જન્મદિવસની શુભેચ્છા આપી હતી. ફ્લોરાના માતાએ કહ્યું હતું કે, નેહા કક્કરના ગીત સાંભળીને જ ઝૂમી ઉઠે છે. ફ્લોરાએ જિલ્લા કલેક્ટર સામે ઈચ્છા વ્યક્ત કરી હતી કે, નેહા કક્કર જો તેને જન્મદિવસની શુભેચ્છા આપશે તો તેને ઘણું ગમશે. જોકે, નેહા કક્કરે એક વીડિયો બનાવી ફ્લોરાને શુભેચ્છા આપતા ફ્લોરા અને તેના પરિવારમાં ખુશી જોવા મળી રહી છે.
આ પણ વાંચો : બ્રેઇન ટ્યુમરથી પીડાતી બાળકી એક દિવસ માટે કલેકટર બની