અમદાવાદઃ ફિક્સ પગાર પર કામ કરતા લાખો કર્મચારીઓને અસરગ્રસ્ત થતો આદેશ ગુજરાત હાઈકોર્ટ દ્વારા આપવામાં આવ્યું છે. હાઈકોર્ટે નોંધ્યું છે કે રાજ્ય સરકાર માટે રેગ્યુલર કે ફિક્સ પગાર પર નોકરી કરનારા કર્મચારીઓની ખાતાકીય તપાસ વગર હાંકી કાઢી શકાશે નહી.
સરકારી ખાતામાં ફિક્સ કે રેગ્યુલર કર્મીઓને ખાતાકીય તપાસ વગર હાંકી શકાશે નહીઃ હાઈકોર્ટ - ETV Bharat News
ફિક્સ પગાર પર કામ કરતા લાખો કર્મચારીઓને અસરગ્રસ્ત થતો આદેશ ગુજરાત હાઈકોર્ટ દ્વારા આપવામાં આવ્યું છે. હાઈકોર્ટે નોંધ્યું છે કે રાજ્ય સરકાર માટે રેગ્યુલર કે ફિક્સ પગાર પર નોકરી કરનારા કર્મચારીઓની ખાતાકીય તપાસ વગર હાંકી કાઢી શકાશે નહી.

સરકારી ખાતામાં ફિક્સ કે રેગ્યુલર કર્મીઓને ખાતાકીય તપાસ વગર હાંકી શકાશે નહીઃ હાઈકોર્ટ
ગુજરાત હાઈકોર્ટે આપેલા ચુકાદામાં નોંધ્યું છે કે કોઈપણ વ્યક્તિની ખાતાકીય તપાસ વગર હાંકી કાઢવું યોગ્ય નથી. ગુજરાત હાઈકોર્ટે ફિક્સ પગાર કર્મીઓ સામે રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવેલી અરજી ફગાવી દીધી છે. આ ચુકાદાથી ફિક્સ પગાર પર નોકરી કરનાર લાખો લોકોને અસર થશે. હાઈકોર્ટે નોંધ્યું છે કે આ ચુકાદા બાદ કોઈ બાબતે વિવાદ થાય ત્યારે કર્મચારીની ખાતાકીય તપાસ બાદ જ તેની હાંકી શકાશે. તપાસ પુરી ન થાય ત્યાં સુધી કોઈપણ કર્મચારીને હાંકી શકાશે નહી.