અમદાવાદઃ જીલ્લા વિકાસ અધિકારી આરૂણ મહેશ બાબુએ જણાવ્યું હતું કે, કોવિડ-19 વાઈરસની મહામારી વચ્ચે આ રોગનું સંક્રમણ ન વધે તે માટે જીલ્લા વહીવટી તંત્ર સતત કાર્યરત છે. “કોરોના યોધ્ધા બનો- ઘરે રહો, સુરક્ષિત રહો” જેવા ધ્યેયમંત્રના પ્રચાર સાથે સમગ્ર જીલ્લામાં ડોર ટુ ડોર સર્વે, જેવી સઘન સ્વાસ્થય વિષયક કામગીરી ઉપરાંત શંકાસ્પદ કોરોના દર્દીઓના સેમ્પલ લેવાની કામગીરી કરાઈછે. જ્યારે ગ્રામ્ય વિસ્તારોના પાંચ દર્દીઓ સ્વસ્થ થવાથી રજા આપી છે. જેમાં સાણંદ તાલુકાના બે દર્દી, બાવળા તાલુકાનો એક દર્દી, તેમજ દસ્ક્રોઇ તાલુકાનો એક દર્દી અને માંડલ તાલુકાનો એક એમ કુલ પાંચ દર્દીઓનો સમાવેશ થાય છે.
અમદાવાદ જિલ્લામાં પાંચ દર્દીઓએ આપી કોરોનાને મ્હાત - ભારતમા કોરોનાથી સ્વસ્થ થયોલા દર્દી
ગુજરાતમાં કોરોના સંક્રમણ ગતિ વધી રહી છે ત્યારે અમદાવાદ જીલ્લાના ગ્રામ્ય વિસ્તારના 5 દર્દીઓ સ્વસ્થ થતાં હોસ્પિટલમાંથી રજા આપી દીધી છે જેથી તંત્રએ રાહતનો શ્વાસ લીધો છે.
અમદાવાદના પાંચ દર્દીઓએ આપી કોરોનાને મ્હાત
જોકે જીલ્લા માટે રાહતના સમાચાર એ છે કે, છેલ્લા 24 કલાકમાં એક પણ દર્દીનું મોત થયું નથી. તેની પાછળ તંત્ર દ્વારા સતત સર્વે, ફ્યુમિગેશન, સેનીટાઈઝન અને આયુર્વેદિક ઉકાળા વિતરણ જેવા પગલાને લીધે સ્થિતિ અત્યારે નિયંત્રણમાં છે.