ગુજરાત

gujarat

ETV Bharat / city

ભણતર સાથે ગણતર પણ મહત્વનું : ડિગ્રી એન્જિનિયરિંગમાં પ્રવેશ લેવા માંગતા વિદ્યાર્થીઓ આ તારીખ સુધી નોંધણી કરાવી શકશે - Engineering Admission Registration

ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ બાદ પ્રથમ વર્ષમાં એન્જીનીયરીંગના (First Year Engineering Admission) પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓ માટે સારા સમાચાર આવી રહ્યા છે. પ્રવેશની પ્રક્રિયા વિદ્યાર્થીઓ ઓનલાઈન રજીસ્ટ્રેશન (Engineering Online Registration) કરવાનું રહેશે. વિગતવાર પ્રવેશ પ્રક્રિયાને લઈને વિસ્તૃત જાણકારી મેળવો..

ભણતર સાથે ગણતર પણ મહત્વનું : ડિગ્રી એન્જિનિયરિંગમાં પ્રવેશ લેવા માંગતા વિદ્યાર્થીઓ આ તારીખ સુધી નોંધણી કરાવી શકશે
ભણતર સાથે ગણતર પણ મહત્વનું : ડિગ્રી એન્જિનિયરિંગમાં પ્રવેશ લેવા માંગતા વિદ્યાર્થીઓ આ તારીખ સુધી નોંધણી કરાવી શકશે

By

Published : Jun 2, 2022, 10:21 AM IST

અમદાવાદ : ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ બાદ ડિગ્રી એન્જીનીયરીંગના પ્રથમ વર્ષમાં પ્રવેશ લેવા (First Year Engineering Admission) માગતા વિદ્યાર્થીઓ માટે પ્રવેશ પ્રક્રિયા શરૂ કરાઈ છે. સંપૂર્ણ પ્રવેશ પ્રક્રિયા ઓનલાઇન હાથ ધરાશે. પ્રવેશ લેવા માંગતા વિદ્યાર્થીઓએ 30 જૂન સુધી ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે. જ્યારે ગુજકેટ અથવા JEE આપનાર ઉમેદવાર જ રજિસ્ટ્રેશન કરાવી શકશે. ડિગ્રી એન્જિનિયરિંગના પ્રથમ વર્ષમાં પ્રવેશ માટે રાજ્યની 16 સરકારી સંસ્થાઓ, 4 અનુદાનિત સંસ્થાઓ, 1 ઓટોનોમસ તેમજ 113 સ્વનિર્ભર સંસ્થાઓ પર કાર્યવાહી કરાશે. કુલ 64,262 બેઠકો પર ભરતી પ્રક્રિયા શરૂ કરાઇ છે. ગત વર્ષની સરખામણીએ આ વર્ષે 2,066 બેઠકોનો ઘટાડો થયો છે.

ડિગ્રી એન્જિનિયરિંગમાં પ્રવેશ લેવા માંગતા વિદ્યાર્થીઓ આ તારીખ સુધી નોંધણી કરાવી શકશે

કેટલી બેઠકો ખાલી રહેશે - ACPC મેમ્બર સેક્રેટરી રાજુલ ગજ્જરે જણાવ્યું કે, ગત વર્ષે કુલ 66,328 બેઠકો પર (Engineering Online Registration) પ્રવેશ પ્રક્રિયા હાથ ધરાઈ હતી. જેમાંથી 35,499 બેઠકો પર વિદ્યાર્થીઓએ પ્રવેશ મેળવ્યો હતો, 30,829 બેઠકો ખાલી રહી હતી. આ વર્ષે પણ અંદાજે 35,000 જેટલી બેઠકો (Engineering Admission Registration) ખાલી રહે તેવો અંદાજ લગાવવામાં આવી રહ્યો છે.

આ પણ વાંચો :અમદાવાદ ACPC દ્વારા ડિગ્રી ઇજનેરીનું મેરીટ બહાર પાડવામાં આવ્યું, સૌથી વધુ કોમ્પ્યુટરની સીટો ભરાઈ

નવા કોર્ષની બેઠકોમાં વધારો - વધુમાં રાજુલ ગજ્જરે જણાવ્યું હતું કે, જ્યારે ગત વર્ષની સરખામણીમાં (STD 12 Science Stream After) આ વર્ષે બેઠકો ઘટવા છતાં બે નવી કોલેજોમાં કેટલાક કોર્સ શરૂ કરવા મંજૂરી આપવામાં આવી હોવાથી એ બેઠકો માટે પણ પ્રવેશ પ્રક્રિયા હાથ ધરાશે. જેમાં અમદાવાદમાં આવેલા GLS યુનિવર્સિટીમાં કમ્પ્યુટર સાયન્સ એન્ડ એનર્જી. તેમજ અમદાવાદમાં આવેલી અનંત નેશનલ યુનિવર્સિટીમાં બી.ટેક. ઈન કલાઈમેટ ચેંજના વિષયમાં વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવશે. આ સિવાય AICTE ની મંજૂરીની અપેક્ષાએ નવા કોર્ષમાં 600 જેટલી બેઠકોનો વધારો કરવામાં આવ્યો છે.

આ પણ વાંચો :ડિગ્રી ઇજનેરી અને ડિગ્રી ડિપ્લોમા ફાર્મસી રજિસ્ટ્રેશન તારીખ ફરી લંબાવાઈઃ પ્રવેશ સમિતિએ લીધો નિર્ણય

રજીસ્ટ્રેશન કેવી રીતે - ઉલ્લેખનીય છે કે, પ્રવેશ લેવા ઈચ્છતા CBSE, ICSE, NIOS અને અન્ય બોર્ડના વિદ્યાર્થીઓ બોર્ડની માર્કશીટના બદલે બોર્ડની પરીક્ષાની હોલ ટીકીટ અપલોડ કરીને રજીસ્ટ્રેશન કરી શકશે. રજિસ્ટ્રેશન પ્રક્રિયા 30 જુને પૂર્ણ થશે, ત્યારબાદ ગુજકેટ આધારિત (Admission Process in Engineering) પ્રોવિઝનલ મેરીટ લીસ્ટ 6 જુલાઈએ જાહેર કરાશે અને 11 જુલાઈ સુધીમાં મોક રાઉન્ડ યોજાશે. 14 જુલાઈએ મોક રાઉન્ડનું પરિણામ જાહેર કરાશે સાથે જ ગુજકેટ આધારિત મેરીટ લીસ્ટ પણ જાહેર થશે. 25 જુલાઈએ પહેલા રાઉન્ડનું એલોટમેન્ટ બાદ 28 જુલાઈથી શૈક્ષણિક સત્રની શરૂઆત થશે. તેમજ આગળના રાઉન્ડની પ્રક્રિયા પણ હાથ ધરાશે.

ABOUT THE AUTHOR

...view details