ગુજરાત

gujarat

ETV Bharat / city

GLS University Ahmedabad: હવે આર્ટિસ્ટ થવું વધુ સરળ, અમદાવાદમાં પ્રથમવાર પર્ફોર્મિંગ આર્ટ્સ બેચલર ડિગ્રી કોર્સ

અમદાવાદમાં આવેલી GLSની ખાનગી યુનિવર્સિટીમાં(GLS University Ahmedabad) પર્ફોમિંગ આર્ટ્સ બેચરલ ડિગ્રી કોર્સનો પ્રારંભ કરવામાં આવ્યો છે. આ કાર્યને સંપન્ન કરવા મુંબઈની શ્યામક દાવક પર્ફોમિંગ આર્ટ્સ ઇન્સ્ટિટયૂટ(Shyamak Dawak Performing Arts Institute) સાથે GLS ખાનગી યુનિવર્સિટીએ MOU કર્યા છે.

GLS University Ahmedabad: હવે આર્ટિસ્ટ થવું વધુ સરળ, અમદાવાદમાં પેહલી વાર પર્ફોર્મિંગ આર્ટસ બેચલર ડિગ્રી કોર્સ
GLS University Ahmedabad: હવે આર્ટિસ્ટ થવું વધુ સરળ, અમદાવાદમાં પેહલી વાર પર્ફોર્મિંગ આર્ટસ બેચલર ડિગ્રી કોર્સ

By

Published : May 3, 2022, 7:20 PM IST

અમદાવાદ:શહેરમાં આવેલી GLS ખાનગી યુનિવર્સિટીમાં(GLS University Ahmedabad) પર્ફોમિંગ આર્ટ્સ બેચરલ ડિગ્રી કોર્સનો(Performing Arts Bachelor Degree Course) પ્રારંભ કરવામાં આવ્યો છે. અમદાવાદની ખાનગી યુનિવર્સિટી GLSમાં પર્ફોમિંગ આર્ટ્સ બેચરલ ડિગ્રી કોર્સની શરૂઆત કરવામાં આવી છે. જેમાં મુંબઈની શ્યામક દાવક પર્ફોમિંગ આર્ટ્સ ઇન્સ્ટિટયૂટ(Shyamak Dawak Performing Arts Institute) સાથે MOU કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત આ કોર્સના લોન્ચિંગ કાર્યક્રમમાં બોલીવુડ ડાન્સ કોરિયોગ્રાફર(Bollywood Dance Choreographer) અને ડાન્સ રિયાલિટી શોના જજ માસ્ટર મર્ઝી હાજર રહ્યા હતા.

અમદાવાદની ખાનગી યુનિવર્સિટી GLS ખાતે પર્ફોમિંગ આર્ટસ બેચરલ ડિગ્રી કોર્સનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. જેમાં મુંબઈની શ્યામક દાવક પર્ફોમિંગ આટ્સ ઇન્સ્ટિટયૂટ સાથે MOU કરવામાં આવ્યા હતા.

આ પણ વાંચો:અમદાવાદમાં મારૂતિ સુઝુકી અને GLS યુનિવર્સિટી વચ્ચે MOU થયા

યુવાનોમાં ટેલેન્ટ બહાર લાવવામાં સારો અભિપ્રાય -ગુજરાતમાં ડાન્સ, ફેશન, સંગીતમાં ખૂબ ટેલેન્ટેડ લોકો છે. આ ટેલેન્ટને બહાર લાવવો એ ખૂબ જ જરૂરી છે. GLS કોલેજ એ એક યુનિક આઈડિયા સાથે આગળ આવ્યું છે. GLSનો મુંબઈની શ્યામક દાવક પર્ફોમિંગ આર્ટ્સ ઇન્સ્ટિટ્યૂટ સાથે MOU થવું એ એક ગુજરાત માટે મોટી તક છે. રિયાલિટી શોના જજ(Judge of the reality show) માસ્ટર મર્ઝી કહ્યું કે મે ઘણા રિયાલિટી શો કર્યા છે. જેમાં ઘણા ગુજરાતી ટેલેન્ટ આવે છે. જેથી GLS ખાનગી યુનિવર્સિટીએ શરૂ કરેલો આ કોર્સ આગામી સમયમાં બાળકો માટે ખૂબ જ ઉપયોગી સાબિત થઇ શકે છે.

આ પણ વાંચો:ઉત્તર ગુજરાતની એક માત્ર સરકારી પર્ફોમિંગ આર્ટ્સ કોલેજ વડનગરમાં શરૂ થશે

પ્રથમ પર્ફોમિંગ આર્ટ્સ બેચરલ ડિગ્રી કોર્સ શરૂ કરનારી યુનિવર્સિટી -GLS યુનિવર્સિટીના પ્રમુખે સુધીર નાણાવટીએ જણાવ્યું હતું કે લગભગ આ ડિગ્રી કોર્સની શરૂઆત કરનાર પ્રથમ યુનિવર્સિટી બની છે. આ માટે શ્યામક દાવક પર્ફોમિંગ આર્ટ્સ ઇન્સ્ટિટ્યુટ પાસે MOU કરવામાં આવ્યા છે. આગામા સત્રમાં ડિગ્રી કોર્સ 3 વર્ષનો રહેશે. આ કોર્સ કરનારા બાળકોને ઇન્ટર્નશિપ કરવા માટે પણ એક અનેરી તક છે. બેચરલ ડિગ્રી કોર્સ પૂર્ણ કર્યા બાદ ઇન્ટર્નશિપ માટે શ્યામક દાવક ઇન્સ્ટિટયૂટ મોકલવામાં આવશે.

ગુજરાતમાં ડાન્સ, ફેશન, સંગીતમાં ખૂબ ટેલેન્ટેડ લોકો છે.

પહેલાં પર્ફોમિંગ આર્ટ્સ વિષય હતો હવે એક ડિગ્રી કોર્સ -આ વર્ષે માત્ર કોમર્સના વિદ્યાર્થીઓ માટે વિષય તરીકે મુકવામાં આવ્યો હતો. હવે નવા સત્રથી એક ડિગ્રી કોર્સ તરીકે અમલમાં મુકવામાં આવશે.જેમાં આર્ટ્સ, કોમર્સ, સાયન્સ વિદ્યાર્થીઓ પ્રવેશ મેળવી શકશે.

ABOUT THE AUTHOR

...view details