અમદાવાદ : ગોમતીપુરના ગજરા કોલોનીના પાસે ફાયરિંગનો (Firing In Ahmedabad) બનાવ બન્યો હતો. શનિવાર મોડી રાત્રે 4 લોકોએ કારમાં આવી એક યુવક પર છરીથી હુમલો કર્યો હતો. એક રાઉન્ડ હવામાં ફાયરિંગ કર્યું અને અન્ય એક યુવક પર એક રાઉન્ડ ફાયરિંગ કરતા હિતેશ વાઘેલાનું મૃત્યુ (Firing In Ahmedabad One Man Death) થયું હતુ.
અમદાવાદમાં બની ફાયરિંગની ઘટના, એક વ્યક્તિનું થયું મોત - અમદાવાદમાં ફાયરિંગની ઘટના
અમદાવાદમાં અસામાજિક તત્વોને પોલીસનો ડર જ ના હોય તેમ જાહેરમાં ફાયરિંગ, લૂંટ, હત્યા જેવી ગુનાખોરી આચરી રહ્યા છે. અમદાવાદમાં એક સપ્તાહમાં ફાયરિંગની બીજી ઘટના પ્રકાશમાં આવી છે. ગોમતીપુરમાં શનિવારે મોડી રાત્રે ફાયરિંગનો (Firing In Ahmedabad) બનાવ બન્યો હતો. જેમાં એક નિર્દોષ વ્યક્તિેએ જીવ (Firing In Ahmedabad One Man Death) ગુમાવ્યો હતો.
ગોમતીપુરમાં બની ફાયરિંગની ઘટના :આરોપી મહેશ ઉર્ફે સુલતાનને ભાવેશ નામના યુવક સાથે અંગત અદાવતમાં બબાલ થઈ હતી. જેની દાઝ રાખી આરોપી મહેશ ઉર્ફે સુલતાન, ધમો ઉર્ફે ધર્મેશ અને અન્ય બે લોકોએ ફાયરિંગ કર્યું હતું. જેમાં હિતેશને ગોળી વાગતા મૃત્યુ થયું અને જીતેન્દ્ર ચાવડાને છરી વાગતા ઇજાઓ પહોંચી હતી. આરોપીઓએ પહેલા જીતેન્દ્રને છરી મારી હતી પછી બાદમાં ફાયરિંગ કરી હિતેશની હત્યા કરી હતી . નિર્દોષ વ્યક્તિ પર ફાયરિંગ કરી હત્યા કરનાર મહેશ ઉર્ફે સુલતાન અને ધમો ગુનાહિત ઇતિહાસ પણ ધરાવે છે.
મૃતકના પરિવારજનોએ મચાવ્યો હોબાળો :હાલ પોલીસ 4 આરોપીઓની શોધમાં છે. બીજીતરફ ગંભીર ઘટનાને લઈને સ્થાનિક અને મૃતકના પરિવારજનોએ હોબાળો પણ મચાવ્યો હતો. બીજીતરફ પોલીસને એવી પણ શંકા છે કે, આરોપીઓએ માત્ર અંગત અદાવતમાં આ ઘટનાને અંજામ આપ્યો નથી. સુલતાનને કોઈ વ્યક્તિ સાથે એક સ્ત્રી સાથેના સંબંધ બાબતે ચકમક ચાલતી હોવાથી ઘટનાને અંજામ આપ્યો હતો. ત્યારે આવનાર સમયમાં આરોપીઓને પકડાયા બાદ આ ઘટના પાછળનું સાચું કારણ સામે આવશે.