- નારોલ વિસ્તારમાં બન્યો ફાયરિંગ (firing)નો બનાવ
- મૂર્તિ બનાવનારા કારીગર પર કરવામાં આવ્યું ફાયરિંગ
- બાઇક ઉપર આવેલા શખ્સોએ કર્યું ફાયરિંગ
અમદાવાદ: નારોલ વિસ્તારમાં મૂર્તિ બનાવનારા કારીગર પર ફાયરિંગ (firing)નો બનાવ સામે આવ્યો છે. જેમાં બનાવના ચાર દિવસ ગાઉ ફાયરિંગ કરનારા શખ્સ પર ફોન આવ્યો હતો અને રૂપિયા પાંચ લાખની ખંડણી માંગી હોવાનો ઉલ્લેખ ફરિયાદમાં કરવામાં આવ્યો છે. ત્યારે હાલ નારોલ પોલીસે અજાણ્યા શખ્સો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
અજાણ્યા શખ્સોએ ફાયરિંગ કર્યું હતું
નારોલ વિસ્તારમાં ભગવાનની મૂર્તિ બનાવતા કારીગર પર આવ્યો અને બાદમાં એટલે કે ચાર દિવસ બાદ મૂર્તિ બનાવનારા કારીગર ગૌરવ પ્રજાપતિ અને તેના પિતા ઉપર અજાણ્યા શખ્સોએ ફાયરિંગ કર્યું હતું. અગાઉ પરિવારની સુરક્ષા ઈચ્છતો હોય તો પાંચ લાખ રૂપિયા તૈયાર રાખજે, ગબ્બર બોલું છું એવી ફોન પર ધમકી આપવામાં આવી હતી. ત્યારે નારોલ પોલીસ મથકે ફરિયાદ પણ નોંધાવવામાં આવી હતી.