અમદાવાદ : સમગ્ર દેશમાં 14 થી 21 એપ્રિલ સુધી ફાયર દિવસ તરીકે ઉજવણી (Fire Week Celebration) કરવામાં આવી રહી છે. ત્યારે અમદાવાદ ફાયર બ્રિગેડના જવાનો દ્વારા લોકોને ફાયર બ્રિગેડમાં વિવિધ સાધનો વિશે માહિતી આપી હતી. 14 એપ્રિલ 1944માં મુંબઈમાં એક જહાજમાં દારૂ ગોળામાં અચાનક આગ લાગતા 66 જવાનો શહીદ થયા હતા. તેમને શ્રદ્ધાંજલિ આપવા માટે 14 એપ્રિલથી એક સપ્તાહ સુધી ફાયરવોલ તરીકે ઉજવવામાં આવે છે.
ફાયર વિભાગ માત્ર આગમાં જ નહિ પણ અન્ય કામમાં પણ ઉપયોગી ફાયર પાસે 81 મીટર અને 55 મીટર બે હાઇડ્રોલિક પ્લેટફોર્મ -પ્રહલાદનગર ફાયરના ચીફ જીતુ ગઢવીએ જણાવ્યું હતું કે, 14 એપ્રિલથી 21 એપ્રિલ સુધી ફાયર વિક તરીકે (Fire Week Celebration in Ahmedabad) ઉજવવામાં આવે છે. જેમાં ફાયર વિભાગ રેસીડેન્સી બિલ્ડિંગ, કોમર્શિયલ બિલ્ડીંગ જેવા વિવિધ જગ્યા જઈ ફાયર વિભાગ દ્વારા લોકોને ફાયરના વિવિધ સાધનો લગાવેલા હોય છે પણ તેની માહિતી હોતી નથી. તેથી અમે ત્યાં જઈને તેમને ફાયરના સાધનો વિશે માહિતી આપી છીએ. હાલ અમદાવાદ ફાયર પાસે બે હાઇડ્રોલિક પ્લેટફોર્મ છે. જેમાં એક 81 મીટર જ્યારે બીજી 55 મીટર છે. જે હાઈ રાઈ બિલ્ડિંગમાં ખૂબ ઉપયોગી થાય છે.
આ પણ વાંચો :Fire in Ahmedabad: સત્યમ્ કોમ્પ્લેક્સમાં આગ લાગતા માલ બળીને ખાક
ફાયર માત્ર આગમાં જ નહી રેસ્ક્યૂમાં પણ ઉપયોગી - ફાયર વિભાગ (Ahmedabad Fire Department) માટે આગ લાગવાના બનાવોમા જ નહિ પણ ફાયર વિભાગ રેસ્ક્યુનીકામગીરી પણ કરે છે. જેમ કે કોઈ રોડ પર એક્સિડન્ટ, ઉતરાયણ પર પક્ષીઓનું રેસક્યુ, લિફ્ટમાં ફસાયેલા લોકો બહાર કાઢવા જેવા વિવિધમાં ફાયર વિભાગ દ્વારા (Useful in Fire Department Rescue) રેસ્ક્યુ કરવામાં આવે છે.
ફાયર વિક નિમિત્તે ખાસ કાર્યક્રમનું આયોજન કુદરતી આફત સામે લડવા ડિઝાસ્ટર મેનેજમેન્ટની રચના -ધારાસભ્ય કિશન ચૌહાણે જણાવ્યું હતું કે, ભુતકાળના સમયમાં આવેલી કુદરતી આફત જેમ કે ધરતીકંપ, વાવાઝોડું જેવી આફતનો સામનો કરવો પડ્યો હતો. પરંતુ આવી આફત સામે અગાઉની તૈયારીના ભાગરૂપે તત્કાલીન મુખ્યપ્રધાન નરેન્દ્ર મોદીએ ડિઝાસ્ટર મેનેજમેન્ટ વિભાગ શરુ કરવામાં આવ્યો હતો.
આ પણ વાંચો :મધ્યપ્રદેશમાં વાંસની નર્સરીમાં લાગી ભીષણ આગ, લોકોમાં સર્જાયો ભયનો માહોલ
ડિઝાસ્ટર મેનેજમેન્ટ શરૂ કરવાનો મુખ્ય ઉદ્દેશ -કોઇ આફત આવે તે પહેલા સરકાર પોતાની તૈયારી કરી આફતને મહદ અંશે તેના પર કંટ્રોલ કરવાનો પ્રયાસ કરે છે. પ્રજાને પણ આવી આફત આવે ત્યારે કેવી કાળજી રાખવી તેની જાણકારી રાખવી જરૂરી છે. તેના માટે ફાયર વિભાગ દ્વારા આ સમગ્ર સપ્તાહમાં પ્રજાને (Fire day 2022) આગ લાગે તો કેવી રીતે બહાર નીકળવું અને ફાયરના સાધનો કેવી રીતે ઉપયોગ કરવો તેના વિશે જાણકારી આપવામાં આવી રહી છે.