અમદાવાદ : અમદાવાદની SVP હોસ્પિટલમાં આજે અચાનક આગ લાગવાની ઘટના સામે આવી હતી. આગ લાગવા પાછળનું કારણ હજી પણ અકબંધ છે. મળતી માહિતી મુજબ આગ શોર્ટ સર્કિટના કારણા લાગી હતી. હોસ્પિટલમાં હાજર તમામ દર્દીઓને આગ લાગતા બેડની સાથે સુરક્ષિત જગ્યા પર ખસેડવવામાં આવ્યા હતા. આગ હોસ્પિટલના ચોથા માળે લાગી હતી, ત્યારબાદ હોસ્પિટલમાં દોડધામ મચી ગઈ હતી. ફાયર વિભાગની ટીમ ઘટનાસ્થળે પહોંચીને ભારે જહેમત બાદ આગ પર કાબું મેળવ્યો હતો.
અમદાવાદની SVP હોસ્પિટલમાં આગનો બનાવ, ફાયર બ્રિગેડએ આગ પર કાબૂ મેળવ્યો
અમદાવાદમાં આવેલી SVP હોસ્પિટલમાં અમુક કારણોસર આજે આગ લાગી હતી. આગ લાગવાનું કારણ હજી સુધી સામે આવ્યું નથી, પરંતુ પણ શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું માનવામાં આવી રહ્યું છે. આગની ઘટના બનતા ફાઇર બ્રિગેડની ટીમો ઘટના સ્થળે પહોંચી ગઇ હતી અને આગ પર કાબુ મેળવવામાં આવ્યો હતો.
ચોથા માળે લાગી હતી આગ -આગમાં કોઈ જાનહાની કે નુકસાન ન થાય તે માટે હોસ્પિટલ સ્ટાફ દ્વારા વોર્ડના તમામ દર્દીઓને બેડ સાથે નીચે ઉતારવામાં આવ્યા હતા અને ત્યારબાદ અન્ય વોર્ડમાં લઇ જવાની તજવીજ હાથ ધરી હતી. ચોથા માળે એર કંટ્રોલિંગ યુનિટમાં આગ લાગી હોવાનું જાણવા મળી રહ્યું છે. એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે ત્યાં ભેગા કરવામાં આવેલા કચરામાં સૌથી પહેલા આગ લાગી હતી. આ આગ ક્યાં કારણથી લાગી તેના વિષે કોઈ જાણકારી નથી, પણ શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું કહેવામાં આવી રહ્યું છે.