અમદાવાદ:અમદાવાદના ગોતા વિસ્તારમાં આવેલા મ્યુનિસિપલ કોર્પોરેશનના પાર્કિંગ પ્લોટમાં (Fire in parking plot AMC) આગ લાગી હતી. પાર્કિંગ પ્લોટમાં પડેલાં વાહનોમાં કોઈ કારણસર આગ લાગતાં 36 વાહનો (36 Vehicles burnt ashes) આગની ઝપેટમાં આવી જતાં બળીને ખાક થઈ ગયા હતા. ઘટનાની જાણ કરવામાં આવતાં ફાયરબ્રિગેડની ત્રણ ગાડી સાથે અધિકારી-જવાનો ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. ફાયર વિભાગની ટીમે (Fire department team) 600 વાહનને સળગતાં બચાવી લીધા હતાં.
આગ લાગવાનું કારણ હજી સુધી જાણવા મળ્યું નથી
ફાયરબ્રિગેડના ડિવિઝનલ ફાયર અધિકારી ઇનાયત શેખ અને બોડકદેવના ફાયર અધિકારી સહિતનો સ્ટાફ તાત્કાલિક 10 મિનિટમાં જ ઘટનાસ્થળે પહોંચી જતાં આશરે 600 જેટલાં વાહનો આગમાં ખાક થઈ જતાં બચી ગયા હતા. આગ લાગવાનું કારણ હજી સુધી જાણવા મળ્યું નથી. ફાયરબ્રિગેડના અધિકારીએ જણાવ્યું હતું કે, સ્થાનિક વ્યક્તિનો ફાયરબ્રિગેડ કંટ્રોલરૂમમાં ગોતામાં આગનો ફોન આવતાં બોડકદેવ, થલતેજની ફાયરબ્રિગેડની એક ગાડી અને ગજરાજ રવાના થયાં હતા.
આ પણ વાંચો:Fire in Rajkot : રાજકોટમાં રૂ ના ગોડાઉનમાં લાગી આગ, લાખોનો માલ ખાખ