ગુજરાત

gujarat

ETV Bharat / city

અમદાવાદમાં ઘોડાસર નજીક 5 બસમાં લાગી આગ, બસ બળીને ખાખ - બસમાં આગ

અમદાવાદ શહેરના ઘોડાસર વિસ્તારમાં આવેલા BRTS બસ સ્ટેન્ડ નજીક મંગલેશ્વર મંદિરની નજીકની જગ્યામાં પાર્ક કરેલી લકઝરી બસોમાં મોડી રાતે આગ લાગી હતી. જેમાં પાંચ જેટલી બસ બળીને ખાખ થઇ ગઇ હતી.

fire
fire

By

Published : Dec 29, 2020, 1:48 PM IST

  • ખાનગી બસોમાં લાગી આગ
  • પાંચ જેટલી બસ બળીને ખાખ
  • મધરાત્રીએ લાગી હતી લક્ઝરી બસમાં આગ

અમદાવાદઃ અમદાવાદ શહેરના ઘોડાસર વિસ્તારમાં આવેલા BRTS બસ સ્ટેન્ડ નજીક મંગલેશ્વર મંદિરની નજીકની જગ્યામાં પાર્ક કરેલી લકઝરી બસોમાં મોડી રાતે આગ લાગી હતી. જેમાં પાંચ જેટલી બસ બળીને ખાખ થઇ ગઇ હતી.

મોડીરાત્રે બસમાં લાગી હતી આગ

બસમાં આગ લાગતા જ ફાયરબ્રિગેડની ટીમને જાણ કરવામાં આવી હતી. ત્યારબાદ ફાયર વિભાગની બેથી વધુ ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી આગને કાબૂમાં લીધી હતી. આ ઘટનામાં પાંચ લકઝરી બસ બળીને ખાખ થઈ ગઈ હતી. તો બીજી બાજુ બે લકઝરી બસ અને એક કારને થોડું નુકસાન થયું હતું.

અમદાવાદમાં ઘોડાસર નજીક 5 બસમાં લાગી આગ
આગમાં 3 વાહનોને થયું નુકસાનફાયરબ્રિગેડના અધિકારી સાથે થયેલી વાતચીતમાં જણાવ્યા મુજબ, મોડી રાત્રે આશરે 3.45 વાગ્યે કોલ મળ્યો હતો. ઘોડાસર BRTS બસ સ્ટેન્ડ નજીક મંગલેશ્વર મહાદેવ મંદિરની બાજુમાં આવેલી ખુલ્લી જગ્યામાં પાર્ક કરેલી લકઝરી બસોમાં આગ લાગી છે. ઘટનાની જાણ થતાં 2 ફાયર ફાઇટર સહિતની ટીમો રવાના થઈ હતી અને ખુલ્લી જગ્યામાં પાર્ક કરેલી 7 જેટલી લકઝરી બસ આગના લપેટામાં આવી ગઈ હતી. જેમાં પાંચ લકઝરી આખી બળી ગઈ હતી. આગ લાગવા પાછળનું કારણ જાણવા મળ્યું નથી.

ABOUT THE AUTHOR

...view details