ગુજરાત

gujarat

ETV Bharat / city

બારેજાની આસ્થા હોસ્પિટલમાં આગ, ભારે જહેમત બાદ આગ આવી કાબુમાં - અમદાવાદ અપડેટસ

અમદાવાદના બારેજામાં આવેલી આસ્થા હોસ્પિટલમાં આગ લાગી હતી. આગ લાગતા જ અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. બનાવની જાણ થતાં જ ફાયર બ્રિગેડની ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી ગઇ હતી. ફાયર વિભાગની ભારે જહેમત બાદ આગને કાબુમાં લીધી હતી.

બારેજાની આસ્થા હોસ્પિટલમાં આગ,
બારેજાની આસ્થા હોસ્પિટલમાં આગ,

By

Published : Jan 9, 2021, 6:36 PM IST

  • બારેજા ગામમાં આગનો બનાવ
  • આસ્થા હોસ્પિટલમાં બન્યો આગનો બનાવ
  • ફાયર વિભાગે આગ પર મેળવ્યો કાબુ
  • આસ્થા હોસ્પિટલમાં રહેલા ACમાં લાગી હોવાની માહિતી

અમદાવાદઃ બારેજામાં આવેલી આસ્થા મલ્ટિસ્પેશ્યાલિટી હોસ્પિટલમાં આગ લાગતા ભારે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગના ગોટે ગોટા જોવા મળતા લોકોના ટોળે ટોળા મદદ માટે ભેગા થયા હતા. ફાયર બ્રિગેડે પણ રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધર્યુ હતું. આ સાથે આગને કાબુમાં લેવાના પ્રયાસ હાથ ધર્યા હતા. જોકે, આ આગની દુર્ઘટનામાં કોઇ જાનહાનિના સમાચાર મળ્યા નથી. અમદાવાદથી ફાયરબ્રિગેડની બે ગાડીઓને ઘટનાસ્થળે મોકલવામાં આવી હતી.

બારેજાની આસ્થા હોસ્પિટલમાં આગ,

ફાયર બ્રિગેડ દ્વારા આગમાં કાબુમાં લીધી

સ્થાનિક ફાયર બ્રિગેડની ગાડીઓએ પણ આગને કાબુમાં લેવાના પ્રયાસ હાથ ધર્યા હતા. ભારે જહેમત બાદ ફાયરબ્રિગેડે આ આગને કાબુમાં લીધી હતી. જોકે, આ આગ ક્યા કારણોસર લાગી તેનું કારણ હજુ સુધી જાણી શકાયુ નથી. પરંતુ પ્રાથમિક કારણ સૂત્રો તરફથી મળેલી માહિતી પ્રમાણે હોસ્પિટલમાં રહેલા ACમાં શોર્ટસર્કિટ થતાં આગ ભભૂકી ઉઠી હતી.

વધુ એક હોસ્પિટલમાં આગ

રાજ્યમાં અવાર નવાર ફાયર સેફ્ટીના અભાવને પગલે હોસ્પિટલમાં આગ લાગવાના બનાવ બનતા રહે છે. અમદાવાદના બારેજામાં આવેલી આસ્થા હોસ્પિટલમાં આગ લાગતા ફરી એક વખત ફાયર સેફ્ટીને લઇને સવાલ ઉભા થઇ રહ્યા છે. હોસ્પિટલ ચલાવવાની મંજૂરી હતી કે નહી તેની પણ તપાસ કરવામાં આવશે.

ABOUT THE AUTHOR

...view details