ગત માર્ચ મહિનામાં દલિત યુવાન અને ઉચ્ચ જાતિની યુવતી મંદિરમાં પ્રેમ લગ્ન કર્યા હતા, ત્યારબાદ યુવતીના પિતાએ વિરોધ કરતા દલિત યુવાને પોલીસ પ્રોટેકશન માગ્યું હતું. લગ્નના સપ્તાહ બાદ યુવતીના પિતાએ યુવક અને તેના પરિવારજનોને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી અને દબાણ કરી સો રૂપિયાના સ્ટેમ્પ પેપર પર બંને વચ્ચે છૂટાછેડા લેવડાવી દીધા હતા. છુટાછેડા બાદ યુવતીનું અપહરણ કરી દેવામાં આવ્યું હતું, ત્યારબાદ કોઈ પત્તો ન મળતા અને પરત મેળવવા માટે યુવતીના પતિ એટલે કે દલિત યુવાન દ્વારા હાઈકોર્ટમાં હેબિયસ કોર્પસ રિટ દાખલ કરવામાં આવી હતી.
આંતરજ્ઞાતિય લગ્ન બાદ ગુમ યુવતીને શોધવા હાઇકોર્ટમાં રિટ
અમદાવાદઃ સમાજમાં રહેલી વિષમતાને દર્શાવતો વધુ એક કિસ્સો સામે આવ્યો છે. પંચમહાલના મધવસ ગામમાં 8 વર્ષથી પ્રેમ કરતા દલિત યુવાન અને ઉચ્ચ જાતિની યુવતીએ લગ્ન કરતા યુવતીના પરિવારજનો દ્વારા યુવાને બળજબરીપૂર્વક છૂટાછેડા અપાવ્યા હતા, બાદમાં યુવતીના અપહરણ કરવામાં આવ્યું હતું. જે ન મળતા દલિત યુવાન દ્વારા હાઇકોર્ટમાં રીટ દાખલ કરવામાં આવી હતી. આ મુદ્દે હાઇકોર્ટે જિલ્લા પોલીસ વડા, વિસનગર પીઆઇ સાહિતને નોટિસ પાઠવી યુવતીને શોધવાનો હુકમ કર્યો હોવાની વિગતો સામે આવી છે. આ મામલે વધુ સુણાવની 22મી મેના રોજ હાથ ધરવામાં આવશે.
ગુજરાત હાઇકોર્ટ
દલિત યુવાનો આક્ષેપ છે કે, યુવતીના પિતા દ્વારા તેનું અપહરણ કરવામાં આવ્યું છે અને બે મહિનાનો સમયગાળો થઈ ગયો હોવા છતાં આજ દિવસ સુધી કોઈ ભાળ મળી નથી. પોલીસ વિભાગ તેને શોધવામાં નિષ્ફળ રહ્યું છે, ત્યારે આ પ્રેમી ચિંતિત છે કે, લગ્નેતર જીવી છે કે કેમ અને તેને મેળવવા માટે હાઇકોર્ટમાં રીટ દાખલ કરી છે...