- ઈંડા અને નોનવેજની લારીઓ બાબતે સુનાવણી હાથ ધરવામાં આવી
- રાજ્યમાં અનેક જગ્યાઓ પર આ બાબતે નિર્ણય લેવાશે
- મહાનગરપાલિકાની હાઈકોર્ટે કાઢી ઝાટકણી
અમદાવાદ: આજે ગુજરાત હાઇકોર્ટમાં(Gujarat High Court) ઈંડા અને નોનવેજની લારીઓ હટાવવાં બાબતે 2:30 વાગ્યે સુનાવણી હાથ ધરવામાં આવી(High court hearing on nonveg lorries) હતી. હાઈકોર્ટેમનપાની ઝાટકણી કાઢતા જણાવ્યું કે, ખાવા-પીવાની બાબત પર રોક લગાવવી એવો અધિકાર મ્યુનિસિપલ કમિશ્નરને કોણે આપ્યો? તેમજ વ્યક્તિના ખાવા-પીવાની પસંદગી સત્તાપક્ષના વિચારોને આધીન બનાવી શકાય નહીં. પ્રશાસન મરજીથી વર્તીને લોકોને હેરાન કરે તે ચલાવી નહી લેવાય. હાઈકોર્ટે મનપાને નોટિસ ઇશ્યુ કરી હતી અને સુનાવણી બાદ જવાબમાં મનપાએ કોર્ટ સમક્ષ રજૂઆત કરી હતી કે એવા દબાણો કે જે રાહદારીઓને જાહેર માર્ગથી પસાર થવામાં મુશ્કેલી ઊભી કરતા હોય તેમને દૂર કરવા કોર્પોરેશને નિર્ણય કર્યો હતો.
પ્રશાસન મરજીથી વર્તીને લોકોને હેરાન કરે તે ચલાવી નહી લેવાય : હાઈકોર્ટે
રાજ્યમાં રાજકોટ, અમદાવાદ સહિત અન્ય જિલ્લાઓમાં એકાએક મહાનગરોમાં લારી, ગલ્લાઓ ઉઠાવી લેતા તેમજ પદાધિકારીઓ દ્વારા મીડિયા મારફતે ઈંડા અને નોનવેજની લારીઓને હટાવી લેવાના નિર્ણય જણાવી મનપાના એસ્ટેટ વિભાગ દ્વારા મોટા પાયે ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. જેને લઇને ગુજરાત હાઈકોર્ટમાં અરજી કરાતા આજે સુનાવણી હાથ ધરાઈ હતી જેમાં અરજદારોના હાઇકોર્ટમાં પક્ષ મૂકનારા વકીલે કોર્ટમાં રજૂઆત કરી હતી કે 45 દિવસ સુધી રોજ કમાઈને ખાનારા લોકોની લારીઓ મનપા જપ્ત કરે તે ક્યાં સુધી યોગ્ય?
ભાજપ નેતાનું નિવેદન