ગુજરાત

gujarat

ETV Bharat / city

જાણો અમદાવાદના અલગ અલગ ઝોન વિસ્તારમાં કેટલા કેસો અત્યાર સુધી નોંધાયાં - કોરોના અમદાવાદ

શહેરમાં કોરોનાનો પ્રકોપ માઝા મૂકી રહ્યો છે. કેસની સંખ્યા ઘટાડવા માટે ટેસ્ટ ઓછા કરાયા હોવા છતાં અમદાવાદમાં કોરોનાના કેસ અટકવાનું નામ જ લેતાં નથી. છેલ્લાં 27 દિવસથી કોરોનાના સતત દરરોજના 250 થી વધુ કેસ નોંધાઈ રહ્યાં છે. કોરોનાએ મચાવેલા હાહાકારથી લોકોમાં ગભરાટ વધતો જ જાય છે. ખુદ તંત્રના સત્તાવાર ટેસ્ટિંગના આંકડા મુજબ દરક એક હજાર ટેસ્ટ રિપોર્ટમાં 145 કોરોના પોઝિટિવ કેસ મળ્યાં હોવાની ચોંકાવનારી માહિતી પ્રકાશમાં આવી છે.

જાણો અમદાવાદના અલગઅલગ ઝોન વિસ્તારમાં કેટલા કેસો અત્યાર સુધી નોંધાયાં
જાણો અમદાવાદના અલગઅલગ ઝોન વિસ્તારમાં કેટલા કેસો અત્યાર સુધી નોંધાયાં

By

Published : May 28, 2020, 7:30 PM IST

અમદાવાદઃ અમદાવાદમાં કોરોનાનો આતંક લોકડાઉનની અમલવારી બાદ પણ જળવાઈ રહ્યો છે. હવે તો છૂટછાટના પગલે કોરોના વધુ બેકાબૂ બન્યો હોવાનું બિહામણું ચિત્ર ઉપસી રહ્યું છે. આમ તો તંત્ર દ્વારા કેસને ઘટાડવા માટે ટેસ્ટ અડધોઅડધો કરી દેવાયાં છે, પરંતુ શહેરમાં કોરોના બેકાબૂ બન્યો હોય તેમ લાગે છે, જેના કારણે વધુને વધુ ટેસ્ટ રિપોર્ટ પોઝિટિવ આવી રહ્યાં હોઈ સત્તાવાળાઓ પણ ચિંતામાં ગરકાવ થયાં છે.
ત્યારે જૂઓ અત્યાર સુધી કોરોનાના કેટલા કેસ નોંધાયાં છે.

મધ્ય ઝોન
---------------
ખાડિયામાં 632 કેસ, 56 મૃત્યુ
અસારવામાં 386 કેસ, 27 મૃત્યુ
દરિયાપુરમાં 296 કેસ, 47 મૃત્યુ
જમાલપુરમાં 992 કેસ, 137 મૃત્યુ
શાહપુરમાં 359 કેસ, 26 મૃત્યુ
શાહીબાગમાં 132 કેસ, 14 મૃત્યુ

પશ્ચિમ ઝોન
-------------
નવા વાડજમાં 146 કેસ, 7 મૃત્યુ
નવરંગપુરામાં 142 કેસ, 17 મૃત્યુ
નારણપુરામાં 86 કેસ, 11 મૃત્યુ
સ્ટેડિયમમાં 58 કેસ, 7 મૃત્યુ
વાસણામાં 141 કેસ, 15 મૃત્યુ
પાલડીમાં 127 કેસ, 5 મૃત્યુ
રાણીપમાં 81 કેસ, 3 મૃત્યુ
સાબરમતીમાં 71 કેસ, 3 મૃત્યુ
ચાંદખેડામાં 108 કેસ, 5 મૃત્યુ


દક્ષિણ પશ્ચિમ ઝોન
-------------------
જોધપુરમાં 128 કેસ, 3 મૃત્યુ
વેજલપુરમાં 178 કેસ, 2 મૃત્યુ
સરખેજમાં 59 કેસ, 9 મૃત્યુ
મક્તમપુરામાં 88 કેસ, 6 મૃત્યુ


ઉત્તર પશ્ચિમ ઝોન
-------------------
બોડકદેવમાં 77 કેસ, 3 મૃત્યુ
થલતેજમાં 61 કેસ, 2 મૃત્યુ
ગોતામાં 96 કેસ, 3 મૃત્યુ
ચાંદલોડિયામાં 56 કેસ, 1 મૃત્યુ
ઘાટલોડિયામાં 49 કેસ, 1 મૃત્યુ


ઉત્તર ઝોન
-------------------
કુબેરનગરમાં 276 કેસ, 9 મૃત્યુ
બાપુનગરમાં 375 કેસ, 22 મૃત્યુ
સરસપુરમાં 386 કેસ, 29 મૃત્યુ
ઠક્કરનગરમાં 132 કેસ, 17 મૃત્યુ
સૈજપુરમાં 89 કેસ, 8 મૃત્યુ
ઈન્ડિયા કોલોનીમાં 66 કેસ, 16 મૃત્યુ
સરદારનગરમાં 79 કેસ, 7 મૃત્યુ
નરોડામાં 225 કેસ, 8 મૃત્યુ


પૂર્વ ઝોન
-------------------
ભાઈપુરામાં 102 કેસ, 9 મૃત્યુ
અમરાઈવાડીમાં 266 કેસ, 16 મૃત્યુ
ગોમતીપુરમાં 345 કેસ, 54 મૃત્યુ
વિરાટનગરમાં 82 કેસ, 4 મૃત્યુ
ઓઢવમાં 161 કેસ, 8 મૃત્યુ
નિકોલમાં 138 કેસ, 7 મૃત્યુ
વસ્ત્રાલમાં 137 કેસ, 9 મૃત્યુ
રામોલમાં 68 કેસ, 14 મૃત્યુ


દક્ષિણ ઝોન
--------------------
ઈન્દ્રપુરીમાં 79 કેસ, 7 મૃત્યુ
દાણીલીમડામાં 514 કેસ, 43 મૃત્યુ
ખોખરામાં 88 કેસ, 9 મૃત્યુ
ઈસનપુરમાં 297 કેસ, 21 મૃત્યુ
મણિનગરમાં 472 કેસ, 32 મૃત્યુ
બહેરામપુરામાં 564 કેસ, 34 મૃત્યુ
વટવામાં 226 કેસ, 8 મૃત્યુ
લાંભામાં 112 કેસ, 9 મૃત્યુ

ABOUT THE AUTHOR

...view details