- ગુજરાત ચેમ્બર સાથે નાણાપ્રધાને વેબિનાર યોજ્યો
- નાણાપ્રધાન નિર્મલા સીતારમણને આગામી બજેટ માટે સુચનો મેળવ્યા
- ટેક્સ રેટમાં ફેરફાર કરવા જીસીસીઆઈ પ્રમુખનું સુચન
અમદાવાદઃગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીઝ દ્વારા નાણાપ્રધાન નિર્મલા સીતારમણ સાથે રોડમેપ ટુ રિકવરી પોસ્ટ કોવિડ ઈન્ડિયન ઈકોનોમી પર એક વેબિનાર યોજ્યો હતો. જેમાં ચેમ્બરના પ્રમુખ નટુભાઈ પટેલ દ્વારા આવકાર પ્રવચનની સાથે આગામી બજેટમાં ડાયરેક્ટ ટેક્સ, ઈનડાયરેક્ટ ટેક્સ, ફાઈનાન્સ અને બેંકિંગ સેકટરમાં સુધારા માટે સુચનો કર્યા હતા.
ગુજરાત ચેમ્બર પ્રમુખના સુચનો
ગુજરાત ચેમ્બરના પ્રમુખ નટુભાઈ પટેલે નાણાપ્રધાન નિર્મલા સીતારમણને કહ્યું કે, કોર્પોરેટ ટેક્સ ભરનારાઓની જેમ બિન કોર્પોરેટ ટેક્સ ભરનારાઓના ટેક્સ રેટમાં ઘટાડો કરવો જોઈએ. કલમ 37AD હેઠળ કોવિડ કેર ખર્ચને સીએસઆર અંતગર્ત મંજૂરી આપવી જોઈએ. એલએલપીને કલમ 44 એડી હેઠળ પ્રોગેસિવ કરવેરાનો લાભ આપવો જોઈએ. જીએસટીએનને ધ્યાનમાં રાખીને મુશ્કેલીઓ દૂર કરવી જોઈએ. ઈઝ ઓફ ડૂઈંગ બિઝનેસને ધ્યાનમાં રાખીને સરકારના સંપૂર્ણ કાર્યકાળ માટે આવકવેરાના કાયદાને સ્થિર રાખવું જોઈએ. જીએસટી હેઠળ ટ્રિબ્યુનલની રચના કરવી જોઈએ. બેંકો દ્વારા કરંટ ખાતા બંધ કરવા અંગે આરબીઆઈના પરિપત્રને લીધે મુશ્કેલીઓ સર્જાઈ છે. જેવા સુચનો કર્યા હતા. તેમજ આગામી બજેટમાં ગુજરાત જેવા ઉત્પાદક રાજ્યોને વધારે ભંડોળ ફાળવવાનું સુચન પણ કર્યું હતું.
આગામી બજેટ માટે ગુજરાત ચેમ્બરના સુચનો
- બિન કોર્પોરેટ ટેક્સ ભરનારાઓના ટેક્સ રેટમાં ઘટાડો કરવો જોઈએ
- કલમ 37AD હેઠળ કોવિડ કેર ખર્ચને સીએસઆર અંતગર્ત મંજૂરી આપવી
- એલએલપીને કલમ 44 એડી હેઠળ પ્રોગેસિવ કરવેરાનો લાભ આપવો જોઈએ
- જીએસટીએનને ધ્યાનમાં રાખીને મુશ્કેલીઓ દૂર કરવી જોઈએ
- ઈઝ ઓફ ડૂઈંગ બિઝનેસને ધ્યાનમાં રાખીને સરકારના સંપૂર્ણ કાર્યકાળ માટે આવકવેરાના કાયદાને સ્થિર રાખવો જોઈએ
- જીએસટી હેઠળ ટ્રિબ્યુનલની રચના કરવી જોઈએ
- બેંકો દ્વારા કરંટ ખાતા બંધ કરવા અંગે RBIના પરિપત્રને લીધે મુશ્કેલીઓ સર્જાઈ છે
- ગુજરાત જેવા ઉત્પાદક રાજ્યોને વધારે ભંડોળ ફાળવવા અનુરોધ