- અમેરિકન બિઝનેસ ઝાયન્ટ એલન મસ્કની ઈલેક્ટ્રીક ઓટોમોબાઇલ કંપની 'ટેસ્લા'ની ભારતમાં આવવાની ચર્ચા
- ભારતમાં ટેસ્લા પોતાની ફેક્ટરી સ્થાપે તેવી ચર્ચા
- ગુજરાતમાં ટેસ્લા પોતાની ફેક્ટરી સ્થાપે તેવા પ્રયાસ
અમદાવાદઃ અમેરિકાના બિઝનેસ જાયન્ટ એલન મસ્કની ઇલેક્ટ્રીકલ ઓટોમોબાઇલ કંપની 'ટેસ્લા' ભારતમાં આવવાની શક્યતા છે, ત્યારે ઓટો હબ ગુજરાતમાં તે પોતાની ફેક્ટરી સ્થાપે તેવી ચર્ચાઓ ચાલી રહી છે. ગુજરાતના ઈન્ડસ્ટ્રીયાલીસ્ટ દ્વારા ટેસ્લાને આવકારવા પ્રયાસો થઈ રહ્યા છે. FIA (ફેડરેશન ઓફ ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન) ગુજરાતની સંસ્થા ફોરેન ઇન્વેસ્ટમેન્ટ કાઉન્સિલે ટેસ્લા કંપનીને ગુજરાત આવવા નિમંત્રણ આપતો ઇ-મેઇલ કર્યો છે. આ અંગે FIA ગુજરાત સંસ્થાના સેક્રેટરી અને સાણંદ ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશનના પ્રમુખ અજય શાહ સાથે ETV BHARATએ વાત કરી હતી.
ટેસ્લા કંપનીને કરાયેલ ઇ-મેઇલમાં કઈ બાબતોનો ઉલ્લેખ કરાયો?
ફેડરેશન ઓફ ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન ગુજરાતની વિદેશ ખાતેની બોડી ફોરેન ઇન્વેસ્ટમેન્ટ કાઉન્સિલ છે. જેના સભ્યો અમેરિકામાં પણ છે. જેના દ્વારા ટેસ્લાને ગુજરાત આવવાનું આમંત્રણ અપાયું છે. ખાસ કરીને જો ટેસ્લા કંપની ભારત આવવાની હોય તો તેમના માટે પસંદગીના મુખ્ય 3 રાજ્યો છે. જેમાં ગુજરાત, મહારાષ્ટ્ર અને કર્ણાટક વચ્ચે પ્રતિસ્પર્ધા થઈ શકે છે, ત્યારે ગુજરાતમાં જો ટેસ્લા કંપની આવે તો જમીન મેળવવા, સરકારી પરમિશન જેવા મુદ્દાઓ પર FIA ગુજરાત તેમને મદદ કરશે. આ ઉપરાંત કર્ણાટક અને મહારાષ્ટ્રમાં ફેક્ટરી સ્થાપવાની પોલીસી મંગાવીને તેની સરખામણી ગુજરાત સાથે કરીને ચર્ચા વિચારણા કરાઈ રહી છે.
ફેડરેશન ઓફ ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન ગુજરાત તેમને કેવી સહાય આપી શકશે?