ગુજરાત

gujarat

ETV Bharat / city

રાજકોટમાં રેલ ટ્રાફિકને પગલે ૩૧ માર્ચ સુધી અમુક ટ્રેનો રદ

અમદાવાદઃ રાજકોટ હાપા સેન્ટરમાં વિદ્યુતીકરણ કાર્યને કારણે રેલ ટ્રાફિક રહેતા ૩૧ માર્ચ સુધી અમુક ટ્રેનો સંપૂર્ણ રીતે તથા અમુક ટ્રેનો આંશિક રીતે રદ કરવામાં આવી છે. જયારે અમુક ટ્રેનો પરિવર્તન માર્ગથી ચાલશે. રાજકોટમાં 26 ટ્રેનો સંપૂર્ણ રદ, 16 ટ્રેનો આંશિક રૂપથી રદ, તો 6 ટ્રેનો પરિવર્તિત માર્ગથી ચાલશે તેવી જાહેરાત કરવામાં આવી હતી.

સ્પોટ ફોટો

By

Published : Mar 25, 2019, 4:41 PM IST

રાજકોટ ડીવીઝન રેલવે મેનેજર પી. એ. નીનાવે દ્વારા જાહેર કરવામાં આવેલી પ્રેસનોટમાં વિદ્યુતીકરણના કાર્યને લઇને અસરગ્રસ્ત ટ્રેનોની સૂચિ જાહેર કરવામાં આવી હતી. જેમાં અમદાવાદ-સોમનાથ ઇન્ટરસીટી એક્સપ્રેસ, અમદાવાદ-રાજકોટ લોકલ, ગાંધીનગર-ભાવનગર એક્સપ્રેસ, જયપુર-ઓખા એક્સપ્રેસ સહિત 26 ટ્રેનો સંપૂર્ણ રદ કરવામાં આવી હતી.

જ્યારે રાજકોટ-મુંબઈ સેન્ટ્રલ, દુરંતો એક્સપ્રેસ, બાંદ્રા-જામનગર સૌરાષ્ટ્ર જનતા એક્સપ્રેસ, શ્રી માતા વૈષ્ણવદેવી કટરા-જામનગર એક્સપ્રેસ સહિત 16 ટ્રેનો આંશિક રૂપથી રદ કરવામાં આવી હતી. જ્યારે સોમનાથ-ઓખા એક્સપ્રેસ, મુંબઈ સેન્ટ્રલ-પોરબંદર સૌરાષ્ટ્ર એક્સપ્રેસ, રામેશ્વર-ઓખા એક્સપ્રેસ પરિવર્તન માર્ગથી ચાલશે.

સ્પોટ ફોટો

યાત્રીઓની સુવિધા તથા અતિરિક્ત ભીડને ઓછી કરવા માટે પશ્ચિમ રેલવે દ્વારા એપ્રિલ 2019થી 2 ગ્રીષ્મ વિશેષ ટ્રેન ચલાવવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. ગરમીની રજાઓ દરમિયાન યાત્રીઓની સુવિધા માટે ચેન્નાઈ-અમદાવાદ વચ્ચે વિશેષ ટ્રેન ચલાવવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. આ વિશેષ ટ્રેન તારીખ 13, 20 અને 27 એપ્રિલ તથા 4મેના દિવસે દોડાવવામાં આવશે.

ABOUT THE AUTHOR

...view details