ગુજરાત

gujarat

ETV Bharat / city

RTEના ફોર્મ ભરતા સમયે ટેક્નિકલ ખામી સર્જાતા અનેક વાલીઓ હેરાન

રાજ્યમાં રાઈટ ટૂ એજ્યુકેશન (RTE) હેઠળ એડમિશન (Admission) પ્રક્રિયા શરૂ થઈ હતી. ત્યારે અનેક બાળકોના ફોર્મ પણ રદ કરવામાં આવ્યા હતા. શહેરમાં 30,500 લોકોએ RTE એડમિશન માટે અરજી કરી હતી, જેમાંથી 5,560 અરજદારોના ફોર્મ કોઈક ખામીના કારણે રદ થયા હતા. ત્યારે આ વાલીઓને વધુ ત્રણ દિવસ આપ્યા હતા. તેમ છતાં ગુગલ મેપના કારણે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.

RTEના ફોર્મ ભરતા સમયે ટેક્નિકલ ખામી સર્જાતા અનેક વાલીઓ હેરાન
RTEના ફોર્મ ભરતા સમયે ટેક્નિકલ ખામી સર્જાતા અનેક વાલીઓ હેરાન

By

Published : Jul 20, 2021, 9:05 AM IST

  • RTEના ફોર્મ ગુગલ મેપના (Google Map) કારણે લોકેશન (Location) ટુ આવવાને કારણે ફોર્મ રદ થયા: વાલી
  • મેનુ લોકેશનની જગ્યાએ ગુગલ મેપમાં લોકેશન સિલેક્ટ કરતા હોવાથી ફોર્મ રિજેક્ટ થાય છે : નોડલ ઓફિસર
  • RTEના ફોર્મ ભરતા સમયે અનેક વાલીઓને ટેક્નિકલ ખામીના કારણે વાલીઓ પરેશાન

અમદાવાદઃ રાજ્યમાં રાઈટ ટૂ એજ્યુકેશન (RTE) હેઠળ એડમિશન પ્રક્રિયા શરૂ થઈ હતી, જેમાં અમદાવાદમાં 30,500 લોકોએ અરજી કરી હતી. આમાંથી 5,560 અરજદારોના ફોર્મ કોઈ ખામીને કારણે જ કરવામાં આવ્યા હતા ત્યારે જ રદ થયેલા ફોર્મ ફરીથી ભરવા માટે ત્રણ દિવસનો સમય આપવામાં આવ્યો હતો, પરંતુ ફોર્મ ભરવામાં આવ્યુ અરજદારોને ગુગલ મેપના કારણે મુશ્કેલી થઈ રહી હતી.

આ પણ વાંચો-Right to Education Act: RTEના ફોર્મ રદ થતા અમદાવાદ DEO કચેરીમાં વિદ્યાર્થીઓનો જમાવડો



એડ્રેસના પૂરાવાના ડોક્યુમેન્ટ આપ્યા છતા ફોર્મ રદ

RTEમાં એડ્રેસ લખવાનું હોય છે અને સાથે ગૂગલ મેપ દ્વારા જ્યાંથી ફોર્મ ભરવામાં આવ્યું હોય તેનું લોકેશન (Location) પણ આવે છે, જે રહેઠાણનું લોકેશન ગણવામાં આવે છે, પરંતુ અરજદાર પોતાના સ્થાનથી અન્ય જગ્યાએ જઈને જ્યારે ફોર્મ ભરે ત્યારે જગ્યાનું લોકેશન આવે છે ત્યારે અરજદારે એડ્રેસના પૂરાવા માટે ડોક્યુમેન્ટ આપ્યા હોય છે અને ફોર્મ ભરતા જે લોકેશન રાખ્યું હોય તે અલગ આવતાં અરજદારોના ફોર્મ રદ થઈ રહ્યા છે. આથી અરજદાર રજૂઆત કરવા ડીઈઓ ઓફિસ દોડી આવ્યા હતા. વાલીઓએ આ અંગે જણાવ્યું હતું કે, હું તેનાથી અલગ જગ્યાએ જઈને મેં ફોર્મ ભર્યું નથી. હું જ્યાં છું ત્યાં જ ફોર્મ ભર્યું છતાં અલગ જગ્યાનું લોકેશન ફોર્મમાં આવ્યું છે. ત્યારે મેં ન્યૂ લેટેસ્ટ પણ લખ્યું પરંતુ ગૂગલ મેપના કારણે ન્યૂ લેટેસ્ટ જતું રહે છે. તેથી અમને લોકોને ભારે મુશ્કેલી પડી રહી છે.
આ પણ વાંચો-રાજ્યમાં RTEની 1,81,108 અરજીઓ મળી, સૌથી વધુ અમદાવાદમાં 30,482 અરજીઓ આવી

અમે તપાસ કરી રહ્યા છીએઃ નોડલ ઓફિસર
આ અંગે નોડલ ઓફિસરે જણાવ્યું હતું કે, બે વિકલ્પ આપવામાં આવે છે, પરંતુ સાયબર કાફેમાંથી ફોર્મ ભરતી વખતે ફોર્મ ભરનાર ગૂગલ મેપ લોકેશન સિલેક્ટ કરે છે, જેના કારણે ફોર્મ રદ થાય છે. અમે અત્યારે તપાસ કરી રહ્યા છે. ફોર્મ યોગ્ય હોય તો સ્વીકારવામાં પણ આવી રહ્યું છે.

ABOUT THE AUTHOR

...view details