ગુજરાત

gujarat

ETV Bharat / city

અમદાવાદ સિવિલમાં કોરોના, મ્યુકરમાઇકોસીસ અને ગેંગરિનના પણ કેસ જોવા મળ્યા - ગેંગરિનના કેસ

દેશમાં કોરોના મહામારી યથાવત છે ત્યાં મ્યુકરમાઇકોસિસ નામની બીમારીએ માથું ઊંચક્યું છે અને હવે ગેંગરિનના કેસોને લઈ સિવિલ હોસ્પિટલ તંત્ર સતર્ક બન્યું છે.

અમદાવાદ સિવિલમાં કોરોના, મ્યુકરમાઇકોસીસ અને ગેંગરિનના પણ કેસ જોવા મળ્યા
અમદાવાદ સિવિલમાં કોરોના, મ્યુકરમાઇકોસીસ અને ગેંગરિનના પણ કેસ જોવા મળ્યા

By

Published : May 25, 2021, 6:22 PM IST

  • પોસ્ટ કોવિડ દર્દીઓમાં ગેંગરિનનો ખતરો
  • ગેંગરિનમાં શરીરનો કેટલોક ભાગ પડી જાય છે કાળો
  • પોસ્ટ કોવિડ, ડાયાબિટીસ, સહિત ધુમ્રપાનના દર્દીઓમાં ગેંગરિનની સંભાવના

અમદાવાદ: કોરોનાની બીજી લહેર બાદ મ્યુકરમાઇકોસિસની મહામારી મોટા પ્રમાણમાં જોવા મળે છે. તેવામાં હવે કોરોનામાંથી સ્વાસ્થ થયા બાદ ગેંગરિન થવાની સંભાવનાએ જોર પકડ્યું છે. સિવિલ હોસ્પિટલના સિનિયર ડોક્ટર રજનીશ પટેલનું કહેવું છે કે કોરોના મુક્ત થયેલા દર્દીઓના હાથ અને પગની ધમનીઓમાં લોહી જમા થવાના કેટલાક કિસ્સાઓ સામે આવ્યા છે. જેનાથી લોકોને ગેંગરિન થઈ શકે છે. જેના કારણે બીમારીને કારણે દર્દીઓના અંગ કાપવાની પણ સ્થિતિ સર્જાઇ રહી છે.

અમદાવાદ સિવિલમાં કોરોના, મ્યુકરમાઇકોસીસ અને ગેંગરિનના પણ કેસ જોવા મળ્યા


લોહી ગંઠવાના કારણે પણ થઈ શકે છે ગેંગરિન

ગેંગરિનનો અર્થ થાય છે શરીરનો કોઈ ભાગ કાળો પડી જાય. ખાસ કરીને હાથ કે પગનો કોઈ ભાગ કાળો પડી જવો ગેંગરિનમાં મોટા ભાગે બે જ પ્રકારના ગેંગરિન થાય છે. કોરોના વાઇરસના કારણે ઘણીવાર લોહી ગંઠાઈ જતું હોય છે અને તે બાદ લોહીનું સર્ક્યુલેશન બંધ થઈ જાય છે જેના કારણે શરીરનો તે ભાગ કામ કરતો બંધ થઈ જાય છે આ સિવાય જે લોકોને ડાયાબિટીસ કંટ્રોલમાં ન હોય ત્યારે તેમના પર પણ ગેંગરિન ખતરો વધે છે જેમાં પગ માં કોઈ ઈજા થવાની પણ ગેંગરિન થઈ શકે છે..

વધુ વાંચો:મ્યુકોરમાઇકોસીસના ઈન્જેકશન મળશે અસારવા હોસ્પિટલથી


બ્લડ કલોટ મગજમાં પહોંચી જાય તો બ્રેન સ્ટ્રોક પણ થઈ શકે છે : ડૉક્ટર
કોરોના વાયરસ થયા બાદ જો દવાનાો કોર્સ યોગ્ય રીતે પૂર્ણ કરવામાં ન આવે તો ઘણા બધા દર્દીઓને લોહીમાં ક્લૉટ એટલે કે લોહી જામી જવાની સમસ્યા થાય જ છે. જો આ કલોટ મગજમાં પહોંચે તો બ્રેન સ્ટ્રોક પણ થઈ શકે છે. જેથી ડૉક્ટર હાલમાં કોરોનાથી સાજા થયેલા દર્દીઓને લોહી પાતળું કરવા માટે દવા આપી રહ્યાં છે.

વધુ વાંચો:સરકારે ખાનગી હોસ્પિટલમાં પણ એમ્ફોટેરિન બી. ઇન્જેક્શન આપવા અંગેની તૈયારી દાખવી

ABOUT THE AUTHOR

...view details