ગુજરાત

gujarat

ETV Bharat / city

બોપલમાં આગ લાગતા અફરા-તફરીનો માહોલ, ઘણી દુકાનો આવી ઝપેટમાં - બોપલમાં આગ લાગતા અફરા તફરીનો માહોલ

અમદાવાદના બોપલમાં વકીલબ્રિજ પાસે આવેલી પ્લાયવુડ દુકાનમાં અચાનક આગ (Ahmedabad plywood fire) લાગતા દોડધામ મચી જવા પામી હતી. અંદાજિત 5-6 દુકાનમાં આગ લાગતાં પ્લાયવુડનો સમાન બળીને ખાખ થઈ ગયો હતો.

બોપલમાં આગ લાગતા અફરા-તફરીનો માહોલ, ઘણી દુકાનો આવી ઝપેટમાં
બોપલમાં આગ લાગતા અફરા-તફરીનો માહોલ, ઘણી દુકાનો આવી ઝપેટમાં

By

Published : May 15, 2022, 8:01 PM IST

અમદાવાદ: બોપલ રિંગરોડ પર આવેલ વકીલસાહેબ બ્રિજ પાસેની પ્લાયવુડની એક દુકાનમાં આગ (Ahmedabad plywood fire) લાગતાં બાજુની 4-5 દુકાન પણ આગની ઝપેટમાં આવી ગઇ હતી. અંદાજિત 3 કલાક મહેનત બાદ આગ પર ફાયરવિભાગે (Ahmedabad fire department) કાબૂ મેળવ્યો હતો.

બોપલમાં આગ લાગતા અફરા-તફરીનો માહોલ, ઘણી દુકાનો આવી ઝપેટમાં

આ પણ વાંચો:જામનગરમાં પ્રેમના પારખા, લવ મેરેજના ખારે જમાઈ સાસુના જીવ લીધા

ફાયર ઓફિસરે જણાવ્યું હતું કે, અમને બપોર 2 વાગ્યાની આસપાસ આગ લાગ્યાના સમાચાર (Ahmedabad plywood fire news) મળ્યા હતા. જે પહેલા શરૂઆતમાં 3 ગાડી મોકલવામાં આવી હતી. બાજુબાજુમાં દુકાન હોવાથી આગ લાગી ફેલાઈ હતી. વધુમાં જણાવ્યુ હતું કે, દરેક દુકાન એક બીજાને બાજુમાં આવેલી હોવાથી તમામ દુકાનો પ્લાયવુડ હોવાથી આગ ઝડપી પ્રસરી હતી. જેના કારણે 10થી વધુ ફાયરની ગાડી બોલવાની ફરજ ઊભી થઈ હતી. સદનસીબે કોઈ જાનહાની થઈ નથી.

બોપલમાં આગ લાગતા અફરા-તફરીનો માહોલ, ઘણી દુકાનો આવી ઝપેટમાં

આ પણ વાંચો:અમરેલી લીલીયાના બૃહદગીર વિસ્તારનો 5 સિંહણનો વીડિયો આવ્યો સામે

ભારે ગરમી અને શોર્ટ સર્કિટથી આગ લાગી હોવાનો અંદાજ:આ તમામ પ્લાયવુડની દુકાન ચારેય બાજુ મોટાભાગે પતરા હોવાથી ભારે ગરમીને કારણે ગરમ થયા અને ત્યારબાદ શોર્ટ સર્કિટ થયું હોવાનો અંદાજ લગાવવામાં આવી રહ્યો છે.

ABOUT THE AUTHOR

...view details