નિત્યાનંદ આશ્રમમાં દિકરીને મળવા આવનાર પિતાએ દિકરીને ન મળવા દેવાનો આક્ષેપ કર્યો છે. પિતા જનાર્ધન શર્માએ બીજો આક્ષેપ કર્યો કે, પરાણે ખોટી દિકરી પાસેથી વીડિયો વાઈરલ કરાવવામાં આવે છે. ઉપરાંત આશ્રમમાંથી બીજી બે યુવતીઓ પણ ગુમ થઈ છે. જેને લઇને દિકરીને મળવા માટે પિતાએ હાઈકોર્ટમાં હેબિયય કોર્પસ રિટ દાખલ કરી છે. જેની સુનાવણી જસ્ટીસ એસ.એચ.વોરાની કોર્ટમાં હાથ ધરાશે. ઉલ્લેખનીય છે કે, યુવતી નિત્યાનંદિતાએ વાઈરલ વીડિયો થકી સંદેશો આપ્યો કે, તે પોતાની મરજીથી આશ્રમમાં ગઈ છે અને તેના માતા-પિતાને મળવા માંગતી નથી.
નિત્યાનંદ આશ્રમમાંથી દિકરીના કબ્જા માટે પિતાએ હાઈકોર્ટમાં કરી હેબિયય કોર્પસ રિટ - જનાર્ધન શર્મા
અમદાવાદ: શહેરના હાથીજણ ખાતે આવેલા સ્વામી નિત્યાનંદ આશ્રમમાં પોતાની બાળકીને મળવા ગયેલા માતા-પિતાને આશ્રમના બારણે જ રોકી દેવાતા તમિળ માતા-પિતાએ સોમવારે ગુજરાત હાઈકોર્ટમાં હેબિયસ કોર્પસ રિટ દાખલ કરી છે. અરજદારનો આક્ષેપ છે કે, આશ્રમવાસીઓ દ્વારા તેમની દિકરીને મળી શકતા નથી, જેથી હાઈકોર્ટ સત્તાનો ઉપયોગ કરી તેમની દિકરી સાથે મુલાકાત કરાવે.
ઈટીવી ભારત સાથેની ખાસ વાતચીતમાં યુવતીના પિતા જનારધન શર્માએ આશ્રમના સંચાલક અને સ્વામી નિત્યાનંદ પર આક્ષેપ કર્યો હતો કે, છોકરીને ખોટી રીતે ફસાવી દેવામાં આવી છે. ઉપરાંત તે મળવા માંગતી નથી તે અંગે બળ-બજરીપૂર્વક લખાવી લેવામાં આવ્યું છે. વીડિયો પણ જાહેર કરાવવામાં આવ્યો છે. 6 દિવસ પહેલાં તેમની દિકરી સાથે વાતચીત થઈ હતી. તે એમને પોતાને બચાવી લેવાનો કહ્યું હતું. આશ્રમમાં પ્રવેશ આપતા અટકાવતા કઈંક ષડયંત્ર રચાયોનો આક્ષેપ પણ પિતાએ કર્યો છે.
દિકરીના પિતાએ રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર પાસેથી મદદની માંગ કરી છે. આશ્રમમાં જો માતા-પિતાને જ તેમની બાળકીને મળવા ન દેવામાં આવે તો શંકા ઉભી થાય છે. આ કેસમાં વધું તપાસ બાદ તથ્યો બહાર આવી શકે તેમ છે.