ગુજરાત

gujarat

ETV Bharat / city

ગુજરાતમાં ફેબ્રુઆરી 2020 સુધીમાં માત્ર 7.50 લાખ વાહનનોના ફાસ્ટેગ કાર્ડ ઈશ્યુ કરાયા - પ્રોજેકટ ઇમ્પ્લેમેન્ટેશન યુનિટ

પ્રવાસ દરમિયાન ટોલ પ્લાઝા પર લાંબી લાઈનમાં વધુ રાહ ન જોવી પડે તેના માટે કેન્દ્રીય પરિવહન અને માર્ગ મંત્રાલય દ્વારા 15 ડિસેમ્બર 2019થી સમગ્ર દેશમાં ફાસ્ટેગ કાર્ડ ફરજિયાત જાહેર કરવામાં આવ્યું હતું. જો કે, હજૂ સુધી મોટી સંખ્યમાં વાહન ચાલકો ફાસ્ટેગનો ઉપયોગ કરતા નથી. કેન્દ્રીય માર્ગ અને પરિવહન મંત્રાલય દ્વારા જાહેર કરાયેલા આંકડા પ્રમાણે 27 ફેબ્રુઆરી 2020 સુધીમાં ગુજરાતમાં માત્ર 7.51 લાખ વાહનોમાં જ ફાસ્ટેગ કાર્ડ ઈશ્યુ કરવામાં આવ્યું છે.

ETV BHARAT
ગુજરાતમાં ફેબ્રુઆરી 2020 સુધીમાં માત્ર 7.50 લાખ વાહનનોના ફાસ્ટેગ કાર્ડ ઈશ્યુ કરાયા

By

Published : Aug 29, 2020, 8:14 PM IST

અમદાવાદ: કેન્દ્રીય માર્ગ અને પરિવહન મંત્રાલય દ્વારા 1 માર્ચ 2019થી 27 ફેબ્રુઆરી 2020 સુધીના જાહેર કરેલા આંકડા પ્રમાણે ગુજરાતમાં માત્ર 7,51,521 લાખ વાહનોમાં ફાસ્ટેગ કાર્ડ ઈશ્યુ કરવામાં આવ્યા છે. કેન્દ્રીય મંત્રાલયના રિપોર્ટ પ્રમાણે ગુજરાત ફાસ્ટેગ કાર્ડ ઈશ્યુ કરનાર રાજ્યમાં છઠ્ઠા સ્થાને છે.

ગુજરાતમાં ફેબ્રુઆરી 2020 સુધીમાં માત્ર 7.50 લાખ વાહનનોના ફાસ્ટેગ કાર્ડ ઈશ્યુ કરાયા

આ અંગે નેશનલ હાઈવે ઔથોરિટી ઓફ ઇન્ડિયાના અધિકારીએ નામ ન જાહેર કરવાની શરતે જણાવ્યું હતું કે, કોઈવાર સિસ્ટમમાં ખામી સર્જાય તો હેલ્પલાઈન નંબર 1033 પર કસ્ટમર કેર પરથી સૂચના આપવામાં આવે છે. આ ઉપરાંત કેટલીક સમસ્યાઓના નિવારણ માટે રિજનલ ઓફિસને અથવા બેન્કને પણ જાણ કરવામાં આવે છે. આ સાથે જ કેટલાક ટોલ પ્લાઝમાં ટોલ ઓપરેટરની ફરિયાદ પણ આવે છે. જો કે, તેના નિવારણ માટે મહાનગરોમાં PIU (પ્રોજેકટ ઇમ્પ્લેમેન્ટેશન યુનિટ) શરૂ કરવામાં આવ્યું છે. જે સમગ્ર મામલાની તપાસ કરે છે. ફરિયાદમાં તથ્ય જણાય તો ટોલ ઓપેરેટિંગ એજન્સીનો કોન્ટ્રાક્ટ પણ રદ કરવાની જોગવાઈ છે. આ ફાસ્ટેગ સેવા માટે 22 જેટલી બેન્ક ઉપલબ્ધ કરાવવામાં આવી છે.

ઈટીવી ભારતની અમદાવાદ-વડોદરા એકપ્રેસ હાઈવેની મુલાકાત

ઇટીવી ભારતની ટીમે જ્યારે અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઈવેની મુલાકાત લીધી, ત્યારે ફાસ્ટેગ સિવાયની લેનમાં મોટી સંખ્યામાં કાર ઉભી જોવા મળી હતી. ફાસ્ટેગ લેનમાં માત્ર એકલ-દોકલ કાર જ જોવા મળી હતી. આ ઉપરાંત ફાસ્ટેગ લેનમાં એક ગાડીને ટોલ પ્લાઝમાં પસાર થવામાં માત્ર 20 કે 30 સેકેન્ડ જેટલો સમય લાગતો હતો, જ્યારે નોન-ફાસ્ટેગ લેનમાં એક કારને પસાર થવામાં 2થી 3 મિનિટનો સમય લાગતો હતો.

22 જેટલી બેન્કના એજન્ટ દ્વારા નોંધણી કરી ટોલ-પ્લાઝા અથવા બેન્કમાં ફાસ્ટેગ કાર્ડ ઈશ્યુ કરવામાં આવે છે અને તેમાં રિચાર્જ કરાવું પડે છે. જ્યારબાદ હાઈવેના પ્રવાસ દરમિયાન ખાતામાંથી પૈસા આપોઆપ ડેબિટ થાય છે.

ABOUT THE AUTHOR

...view details