અમદાવાદ:ભરૂચ જિલ્લાના આમોદ તાલુકાના ઓછણ અને તેલોદ ગામના(Auchhan and Telod village) ખેડૂતોની જમીનને સ્પેશિયલ રેલવે પ્રોજેક્ટ(Special Railway Project) માટે થઈને સંપાદિત કરવામાં આવી હતી. જેને લઈને જમીનના સંપાદનને જે વળતર મળ્યું હતું. જેનાથી ખેડૂતો અસંતુષ્ટ રહ્યા હતા. ખેડૂતોએ આર્બિટ્રેટર સમક્ષ 12 વર્ષ પહેલા અરજી કરી હતી, પરંતુ તેમ છતાં પણ તેમની આ અરજીને ધ્યાનમાં ન લેવામાં આવતા ખેડૂતોએ હાઇકોર્ટના(Farmers Approached the High Court) દ્વાર ખખડાવ્યા હતા.
આ પણ વાંચો:આ કેસના બચાવ પક્ષના વકીલ દ્વારા તિસ્તા સેતલવાડને મળવા માટે સમય માંગતા, કોર્ટે મંજૂરી માંગી
શું છે સમગ્ર મામલો -આ સમગ્ર કેસની વિગતો જોઈએ તો, ભરૂચ જિલ્લાના ખેડૂતોની જમીન સ્પેશિયલ રેલવે પ્રોજેક્ટ વેસ્ટન ડેડીકેટેડ હેઠળ સંપાદિત કરવામાં આવી હતી જેને લઈને વર્ષ 2010માં સંબંધિત ઓર્થોરીટી ખેડૂતોને વળતર પણ ચૂકવવામાં આવ્યું હતું. પરંતુ ખેડૂતોને જે વળતર ચૂકવવામાં આવ્યું હતું તેનાથી ખેડૂતો અસંતોષ હતા. તેથી અસંતુષ્ટ ખેડૂતોએ કેન્દ્રીય રેલવે એક્ટ 1989 હેઠળ બનાવાયેલા આર્બિટ્રેટર અને કમિશનર ડિરેક્ટર સમક્ષ અરજીઓ કરી હતી.
ખેડૂતોની હાઈકોર્ટમાં અરજી - અરજી કર્યાના 12 વર્ષ વીતી ગયા હોવા છતાં પણ આર્બિટ્રેટર દ્વારા અરજીઓને કોઈપણ નિર્ણય લેવામાં આવ્યો નથી. તેને લઈને ખેડૂતોએ હાઈકોર્ટમાં અરજી કરી અને વિનંતી કરી છે કે, આર્બિટ્રેટરને નિર્દેશ આપવામાં આવે કે, તેમની અરજીઓ પરની પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવે.
આર્બિટ્રેટર દ્વારા છેલ્લા 12 વર્ષથી કોઈ નિર્ણય નહી - આ સમગ્ર મામલે અરજદારના વકીલ આનંદ યાજ્ઞિકની રજૂઆત હતી કે, વર્ષ 2015 અને વર્ષ 2019માં આર્બિટ્રેશન અને કન્સીલેશન એક્ટ(Arbitration and Conciliation Act) 1996માં સુધારો થયેલો હતો. આ કાયદા મુજબ લવાદની પ્રક્રિયા 12 માસમાં પૂર્ણ કરવાની હોય છે. જ્યારે આ કેસમાં રજૂઆત પૂર્ણ થઈ ચૂકી છે, પરંતુ આર્બિટ્રેટર દ્વારા છેલ્લા 12 વર્ષથી આ અંગે કોઈ પણ નિર્ણય લેવા માટે બેઠક પણ થઈ નથી.
કેસ જલ્દીથી પૂર્ણ થાય તે માટે સેન્ટ્રલ રેલવે વિભાગનું સમર્થન - વર્ષ 2013માં જમીન સંપાદન અધિકારીએ(Land Acquisition Officer) પણ તેમને પત્ર લખીને વિનંતી કરી હતી કે આર્બિટ્રેટર પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવે, પરંતુ તેમ છતાં આ વાતને ધ્યાનમાં લેવામાં આવી નથી. આ ઉપરાંત, ડેડિકેટેડ કોરિડોર કોર્પોરેશન ઓફ ઇન્ડિયા ( DFCC) અને કેન્દ્ર સરકારના રેલવે વિભાગે પણ ખેડૂતોને આ કેસ જલ્દીથી પૂર્ણ થાય તે માટે સમર્થન પણ આપ્યું છે. તેથી આ મુદ્દે બને તેટલી જલ્દીથી કાર્યવાહી કરવામાં આવે.
આ પણ વાંચો:ગુજરાત હાઇકોર્ટના મનાઈ હુકમ હોવા છતાં પણ ટ્રિબ્યુનલે હુકમ કરતા હાઇકોર્ટ નારાજ
અરજીઓની પ્રોસિડિંગ 6 માસમાં પૂર્ણ કરીને જાણ કરવામાં આવે -આ સમગ્ર સુનાવણી સાંભળ્યા બાદ ગુજરાત હાઇકોર્ટે, કેન્દ્રીય રેલવે એક્ટ 1989 હેઠળ બનાવાયેલા ફિશરીઝ વિભાગના આર્બિટ્રેટર અને કમિશનર અને જે તે ડિરેક્ટરને આદેશ કર્યો છે કે, સ્પેશિયલ રેલ્વે પ્રોજેક્ટ વેસ્ટન ડેડીકેટેડ ફ્રેઈટ કોરિડોર (wdfc) માટે ભરૂચ જિલ્લાના અમોદ તાલુકાના ઓછાણ અને તેલોદ ગામના ખેડૂતોની જમીન જે સ્પેશિયલ રેલવે પ્રોજેક્ટ હેઠળ સંપાદિત કરી હતી. તેના વળતર સબંધિત અરજીઓની પ્રોસિડિંગ 6 માસમાં પૂર્ણ કરી તેમને જાણ કરવામાં આવે.