- APMCમાં 45 વર્ષ ઉપરના ખેડૂતો વ્યાપારીઓને રસી આપવામાં આવી
- APMC ના ચેરમેન ડી.આઈ.પટેલે રસીનો પ્રથમ ડોઝ લીધો હતો.
- કોવિશીલ્ડ અને કોવેકસીન અંગે સમજ આપવામાં આવી
અમદાવાદ: રાજ્ય અને દેશભરમાં દિવસેને દિવસે કોરોનાનો કહેર વધતો જાય છે અને બીજી બાજુ સરકાર દ્વારા કોવિશીલ્ડ અને કોવેકસીન રસી આપવાની કામગીરી સમગ્ર રાજ્યમાં ચાલી રહી છે.
APMCમાં ખેડૂતો વ્યાપારીઓ તથા વર્કરો ને રસી અપાઈ
માંડલ ખેતીવાડી ઉત્પાદન બજાર સમિતિ ખાતે APMCના ચેરમેન ડી.આઈ.પટેલે રસીનો પ્રથમ ડોઝ લીધો હતો. તેમજ APMCના વેપારી વર્કર તથા ખેડૂતો તથા APMCના સ્ટાફે પણ રસી લીધી હતી. માંડલ રામાનંદ સરસ્વતી સ્વામીજી આશ્રમ ખાતે પણ દસેક જેટલા વૃધ્ધોને રસી આપવામાં આવી હતી.
આ પણ વાંચો : રાજ્યમાં કોરોના અપડેટ: કોરોનાને લીધે વધુ 22 લોકોનાં મોત