ગુજરાત

gujarat

ETV Bharat / city

Vijay Suvada join BJP: AAPના ભુવાજીએ કેસરિયો ધારણ કર્યો

પ્રખ્યાત ગુજરાતી ગાયક વિજય સુવાળા (Famous Gujarati singer Vijay Suvada) આમ આદમી પાર્ટી (AAP) છોડી ભાજપમાં (Vijay Suvada will leave Aam Aadmi Party) જોડાવા જઈ રહ્યા છે. થોડા મહિના અગાઉ આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા

By

Published : Jan 17, 2022, 12:42 PM IST

Updated : Jan 17, 2022, 1:30 PM IST

Vijay Suvada join BJP
Vijay Suvada join BJP

અમદાવાદ:પ્રખ્યાત ગુજરાતી ગાયક વિજય સુવાળા, જે પોતાના ચાહકોમાં ભુવાજીના ઉપનામથી જાણીતા છે. તેઓ આમ આદમી પાર્ટી (AAP) છોડીને ભાજપમાં (Vijay Suvada join BJP) જોડાવા જઈ રહ્યા છે.

ભાજપ પ્રદેશ કાર્યાલય કમલમ ખાતેથી વિજય સુવાળાને તેડું આવ્યાના અહેવાલ

ઉલ્લેખનીય છે કે, વિજય સુવાળા (Famous Gujarati singer Vijay Suvada) થોડા મહિના અગાઉ આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા પરંતુ તેમણે બે દિવસ અગાઉ જ અચાનક પાર્ટી છોડવાનો નિર્ણય લીધો હતો. રવિવારે આમ આદમી પાર્ટીના (AAP) અગ્રણી નેતા ઈશુદાન ગઢવીએ તેમની મુલાકાત (Vijay Suvada meet Ishudan Gadhavi) લીધી હતી. તેમજ વિજય સુવાળાને મનાવવાનો પ્રયત્ન કર્યો હતો પરંતુ વિજય સુવાળાએ ભાજપમાં જોડાવાનું મન બનાવી લીધું છે. કહેવાય છે કે, ભાજપ પ્રદેશ કાર્યાલય કમલમ ખાતેથી વિજય સુવાળાને તેડું આવ્યું હતું.

ભાજપ સાથે જોડાયેલા છે ગુજરાતી કલાકારો

ગુજરાતના અગ્રણી ગાયક કલાકાર, ડાયરાના કલાકાર, રંગમંચના કલાકારો તેમજ સિનેમા અને ટીવી સીરીયલ સાથે જોડાયેલા ગુજરાતી કલાકારો પણ ભાજપ સાથે જોડાયેલા છે. એટલે તેમની ઇચ્છા હોય કે વિજય સુવાળા પણ ભાજપમાં જોડાય તે સ્વાભાવિક છે પરંતુ કલાકારનો રાજકીય પાર્ટી સાથે જોડાવવા પાછળનો તર્ક શું છે ? એ તો વિજય સુવાળા જ જણાવશે.

આ પણ વાંચો: Gujarat Weather Report : આગામી દિવસોમાં ગુજરાતનું હવામાન પલટાઇ શકે છે, જાણો આજનું તાપમાન

આ પણ વાંચો: આજથી WEFની દાવોસ એજન્ડા શિખર સમિટ, વડાપ્રધાન મોદી કરશે સંબોધન

Last Updated : Jan 17, 2022, 1:30 PM IST

ABOUT THE AUTHOR

...view details