અમદાવાદઃઅમદાવાદ શહેરમાં લોકોને માતાના નામે છેતરનારો ઢોંગી ઢબુડીમા ઉર્ફે ધનજી ઓડ ફરી વિવાદમાં આવ્યો છે. ચાંદખેડા વિસ્તારમાં આવેલા તેના બંગલાની બહાર મોટા પ્રમાણમાં લોકો એકત્ર થયા હતા. જેને પગલે લોકડાઉન નિયમોનો ભંગ થયો હતો અને સંક્રમણનો ભય ફેલાવવા બદલ ચાંદખેડા પોલીસ દ્વારા તેની અટકાયત કરવામાં આવી હતી.
અમદાવાદમાં સોશિયલ ડિસ્ટન્સનો ભંગ થતા ઢબુડીમા ઉર્ફે ધનજી ઓડની અટકાયત - Ahmedabad fraudster dhabudi Mata booked
અમદાવાદમાં લોકોને માતાજીના નામે છેતરનારો ઢોંગી ઢબુડી માતા ઉર્ફે ધનજી ઓડ ફરી વિવાદમાં આવ્યો છે. કોરોના મહામારી વચ્ચે શહેરના ચાંદખેડા વિસ્તારમાં આવેલા તેના બંગલાની બહાર મોટા પ્રમાણમાં લોકો એકત્ર થયા હતા. જેની જાણ સ્થાનિક પોલીસને થતા પોલીસે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી હતી અને ઢબુડી માતાની ધરપકડ કરી હતી.
કોરોના મહામારીને લઈને રાજ્ય સહિત સમગ્ર દેશ હેરાન - પરેશાન છે. સરકાર દ્વારા પણ લોકોને અકારણ એકત્ર નહી થવા અંગે વારંવાર અપીલ કરવામાં આવી રહી છે. તેવામાં ધનજી દ્વારા લોકોને ફક્ત એકત્ર જ નહી પરંતુ અંતર જાળવ્યા વગર પણ ઉભા રાખવામાં આવ્યા હતા. તમામ લોકો માસ્ક પહેર્યા વગર ઉભા રહ્યા હતા.
ટોળુ એકત્ર થયાના મીડિયામાં અહેવાલો પ્રસારિત થતા ચાંદખેડા પોલીસ સ્ટાફ દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી.મીડિયા કવરેજ દરમિયાન પણ ધનજી ઓડ દ્વારા ગેરવર્તણુંક કરવામાં આવી હતી. હાલ આ મામલે ચાંદખેડા પોલીસે ગુનો દાખલ કરીને વધુ તપાસ હાથ ધરી છે.