UKમાં પોર્ટુગીઝનો નકલી પાસપોર્ટ બનાવનાર અમદાવાદમાંથી ઝડપાયો - વિઝા
અમદાવાદમાં બોગસ પાસપોર્ટનું કૌભાંડ સામે આવ્યું છે.બનાવટી પોટ્રગીઝ પાસપોર્ટ બનાવી તેમાં બોગસ સ્ટેમ્પિંગ કર્યાની હકીકત બહાર આવતાં પોલીસે આરોપીની ધરપકડ કરી છે. પાસપોર્ટ તથા અન્ય મુદ્દમાલ જપ્ત કરીને હકીકત સુધી પહોંચવા પોલીસે કાર્યવાહી શરૂ કરી છે.
અમદાવાદઃ મૂળ આણંદ જિલ્લાના વિદ્યાનગરનો રહેવાસી અને UKમાં રહેનાર ધાર્મિક પટેલ છેલ્લાં કેટલાય સમયથી UKમાં રહેતો હતો. UKમાં ધાર્મિકે પોર્ટુગીઝ પાસપોર્ટ બનાવ્યો હતો. આ પાસપોર્ટ તેનો ભારતીય પાસપોર્ટ ખોવાઈ જવાના કારણે બનાવ્યો હતો..
20 જાન્યુઆરીએ ધાર્મિક UKથી વાઈટ પાસપોર્ટના આધારે ભારત આવ્યો હતો જે બાદ લંડનમાં બનાવેલા પોર્ટુગીઝ બોગસ પાસપોર્ટના આધારે ઇમિગ્રેશનના બોગસ સિક્કા લગાવી વિદેશ પરત જવા એપ્લાય કર્યું હતું હાલ ધાર્મિકના પાસપોર્ટને જોતાં ઇમિગ્રેશનના અધિકારીને શંકા ગઈ હતી અને તપાસ કરતાં નકલી પાસપોર્ટ અને સિક્કા હોવાનું સામે આવ્યું હતું.