ગાંધીનગર:રાજ્યના કેબિનેટ પ્રધાન પ્રદીપસિંહ પરમારે (Social Justice, Empowerment Cabinet Minister Pradeep Parmar) ETV ભારત સાથે ખાસ વાતચીત કરતા જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર દ્વારા 121 દિવસથી કામગીરીના ભાગરૂપે સમગ્ર અને તમામ સમાજના હિતના કાર્યો કરવામાં આવ્યા છે.
આદર્શ નિવાસી શાળામાં 25 વર્ષથી વધુની વયના વિદ્યાર્થીઓ માટે પ્રવેશ બંધ હતો
ગામડાના છેવાડાના સુધીના તમામ નાગરિકોને લાભ મળે તે દિશામાં સરકાર દ્વારા કાર્યો કરવામાં આવ્યા છે. જેમાં સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગની વાત કરવામાં આવે તો આદર્શ નિવાસી શાળામાં 25 વર્ષથી વધુની વયના વિદ્યાર્થીઓ માટે પ્રવેશ બંધ હતો.
આદર્શ નિવાસી શાળામાં વયમર્યાદા રદ કરવામાં આવી
નિયમમાં ફેરફાર કરીને હવે તમામ વ્યક્તિઓ જેઓ આગળ અભ્યાસ કરવા ઈચ્છતા હોય તેવા તમામ લોકો ઉચ્ચ અભ્યાસ કરી શકશે. જેમાં વયમર્યાદા રદ (Age limit was revoked Adarsh Residential School) કરવામાં આવી છે. જ્યારે જે અમુક આદર્શ નિવાસી શાળા (Adarsh Residential School) જે જર્જરિત હતી તેને પણ સુધારો કરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે.
બાબાસાહેબ આંબેડકર જ્યાં રહેતા તે તમામ જગ્યા પર આંબેડકર ભવન બનાવવાની જાહેરાત
બાબાસાહેબ આંબેડકર જન્મ લીધો હોય ત્યાં જ્યાં તેઓના અંતિમ સંસ્કાર થયા હોય તે જગ્યાએ અને બાબા આંબેડકર જ્યાં રહેતા હોય તે તમામ જગ્યા ઉપર આંબેડકર ભવન બનાવવાની જાહેરાત (Ambedkar announced construction of Bhavan) કરવામાં આવી છે.
રાજ્ય સરકાર દ્વારા 28 કરોડના ખર્ચે ભવન બનવવામાં આવશે
ગુજરાતમાં બરોડામાં મહારાજા સયાજીરાવ સાથે બાબાસાહેબ આંબેડકર કામ કરી રહ્યા હતા, ત્યારે તેમની સાથે ખૂબ જ ખરાબ વ્યવહાર થયો હતો અને તેઓએ કામને તિલાંજલિ આપીને ત્યાંથી ચાલ્યા ગયા હતા, પરંતુ પાંચ કલાક સુધી તેઓ સયાજી ગાર્ડન પાસે બેઠા હતા ત્યારે તેઓએ સંકલ્પ કર્યો હતો કે, આજે મારી જોડે થયું એવું મારા સમાજના લોકો સાથે ના થાય તેવો સંકલ્પ આંબેડકર દ્વારા લેવામાં આવ્યો હતો, ત્યારે રાજ્ય સરકાર દ્વારા 28 કરોડના ખર્ચે ભવન બનવવામાં આવશે.