ગુજરાત

gujarat

ETV Bharat / city

ગરીબોના હકનું અનાજ છીનવી કમાણી કરનારા સામે સરકાર શું કરી રહી છે તે જણાવે- હાઇકોર્ટ - government

રાજ્યભરમાં ભૂતિયા રેશનકાર્ડ બનાવી ગરીબોના હકનું અનાજ છીનવી કમાણી કરનારાઓ સામે સરકારે કયા પગલાં લીધા છે? તેનો જવાબ 10 દિવસમાં રજૂ કરવા કોર્ટે પુરવઠા વિભાગના સચિવને હુકમ કર્યો છે. રાજ્યભરમાં ચાલતી આ પ્રમાણેની ગેરરીતિની કોર્ટે ગંભીર નોંધ લીધી હતી.

હાઇકોર્ટ
હાઇકોર્ટ

By

Published : Sep 6, 2021, 5:49 PM IST

  • ભૂતિયા રેશનકાર્ડ સામે કાર્યવાહી ન કરતા કોર્ટે વ્યક્ત કરી નારાજગી
  • વર્ષ 2016 નો રિપોર્ટ આવ્યા બાદ યોગ્ય પગલાં ન લેવાયા
  • સરકારે ગેરરીતિ કરનારાઓ સામે કયા પગલાં લીધા તે 10 દિવસમાં રજૂ કરવા આદેશ

અમદાવાદ- રાજ્યભરમાં ભૂતિયા રેશનકાર્ડ બનાવી ગરીબોના હકનું અનાજ છીનવી કમાણી કરનારાઓ સામે સરકારે કયા પગલાં લીધા છે? તેનો જવાબ 10 દિવસમાં રજૂ કરવા કોર્ટે પુરવઠા વિભાગના સચિવને હુકમ કર્યો છે. રાજ્યભરમાં ચાલતી આ પ્રમાણેની ગેરરીતિની કોર્ટે ગંભીર નોંધ લીધી હતી. મહત્વનું છે કે, અગાઉ પંચમહાલ જિલ્લામાં મોટી સંખ્યામાં ખોટી રીતે ભૂતિયા રેશનકાર્ડ બનાવી અનાજનો સપ્લાય કરવાનો કારશો પકડાયો હતો. જે મુદ્દે કેસ હાઇકોર્ટમાં ચાલતા આજે તેની સુનાવણી થઈ હતી.

પંચમહાલમાંથી મોટી સંખ્યામાં ભૂતિયા રેશનકાર્ડ મળ્યા હતા

વર્ષ 2011ની આસપાસ પંચમહાલમાંથી મોટા પ્રમાણમાં ખોટા રેશનકાર્ડ કે જેમાં વ્યક્તિઓ હયાત જ ન હોય તેવા રેશનકાર્ડથી અનાજ પચાવવામાં આવી રહ્યું હતું. એક જ મોબાઈલ નંબર લિસ્ટમાં મોટી સંખ્યાના લાભાર્થીઓના નામે રજીસ્ટર કરવામાં આવ્યા. આવી જ રીતે ખોટી એન્ટ્રી કરી રેશનકાર્ડ બનાવવાનું મોટું કૌભાંડ ચલાવવામાં આવી રહ્યું હતું. એ સમયે મામલો સામે આવતા કલેક્ટરે તાપસ હાથ ધરી હતી. જેમાંથી 10 રેશનની દુકાનોમાંથી 2 હજારથી વધુ ભૂતિયા રેશનકાર્ડ બનાવવામાં આવ્યા હોવાનો ઘટસ્ફોટ થયો હતો. આ ગેરરીતિની ઘટના કોર્ટમાં આવતા હાઇકોર્ટે તેની ગંભીર નોંધ લીધી હતી.

સુબ્રમણ્યમ ઐયર, એડવોકેટ

ઘટનાની તપાસ માટે 2016માં કમિટી રચાઈ

મામલો સમગ્ર રાજ્ય સામે આવતા સરકારે ઘટનાની તપાસ માટે વર્ષ 2016માં કમિટીની રચના કરી હતી. એડવોકેટ સુબ્રમણ્યમે મીડિયાને જણાવ્યું હતું કે, આ કમિટીનો જે રિપોર્ટ આવ્યો તેમાં યોગ્ય કાર્યવાહી કરવામાં આવી નથી. માત્ર ગણતરીના જ લોકો સામે પગલાં લેવામાં આવ્યા છે.

ગરીબોને મળતું અનાજ બજારમાં વેચાતું હોવાને લઇને અરજી કરાઇ

વધુમાં કોર્ટે આજે આ મુદ્દે સુનાવણી કરતા સરકારે રાજ્યભરમાં આવી ગેરરીતી અટકાવવા કયા પગલાં લીધા તેનો જવાબ 10 દિવસમાં પુરવઠા વિભાગના સચિવને આપવાનો આદેશ કર્યો છે. અહીં ઉલ્લેખનીય છે કે, ગરીબોને મળતા અનાજને ખુલ્લા બજારમાં વેચવામાં આવતા હોવાને લઇ કોર્ટમાં અરજી કરવામાં આવી હતી.

ABOUT THE AUTHOR

...view details