- ધોરણ 3થી 8ની પ્રથમ કસોટી શરૂ
- ધોરણ 3થી 5ના વિદ્યાર્થીઓની પરિક્ષા 11 વાગ્યાથી 1 વાગ્યા સુધી લેવાઈ
- ધોરણ 6થી 8ની પરિક્ષા બપોરે 2 વાગ્યાથી 4 વાગ્યા સુધી લેવાઈ
અમદાવાદ:કોરોનાકાળ વચ્ચે આજથી શાળાઓમાં પરીક્ષાઓ શરૂ થઈ છે. આજથી ધોરણ 3થી 8ના વિધાર્થીઓની પ્રથમ કસોટી શરૂ થઈ છે. 22 માર્ચ સુધીમાં પરીક્ષા પૂર્ણ કરવામાં આવશે. ખાનગી, સરકારી, ગ્રાન્ટેડ શાળાઓના પ્રશ્નપત્ર સમાન રહેશે.
આ પણ વાંચો:ગીર સોમનાથમાં ધોરણ 9 અને 11 ની 364 શાળાઓમાં શૈક્ષણિક કાર્ય શરૂ
3 થી 8 ધોરણની પરિક્ષા તો લેવાઈ, પરંતુ મોટા ભાગના વિદ્યાર્થીઓએ ઘરેથી પરિક્ષા આપી
કોરોનાને કારણે આ વખતે સ્કૂલ અને કોલેજોમાં સત્ર મોડું શરૂ થયું છે. જેથી અભ્યાસ અને પરિક્ષા પણ મોડી શરૂ થઈ છે. આજથી ધોરણ 3થી 8ની પરિક્ષા શરૂ થઈ છે. જેમાં વિદ્યાર્થીઓ ઘરેથી અને સ્કૂલે આવીને પરિક્ષા આપી શકે તેમ હતુ, પરંતુ કોરોનાના કેસ વધતા મોટાભાગના વિદ્યાર્થીઓએ ઘરેથી જ પરિક્ષા આપવાનું પસંદ કર્યું છે.
આજથી શાળાઓમાં પરિક્ષા ધોરણ 3થી 8 પરિક્ષા શરૂ તમામ સ્કૂલોમાં બપોરે 2 અલગ-અલગ સમયે પરિક્ષા લેવામાં આવી
શહેરની તમામ સ્કૂલોમાં બપોરે 2 અલગ-અલગ સમયે પરિક્ષા લેવામાં આવી હતી. ધોરણ 3 થી 5 ના વિદ્યાર્થીઓની પરિક્ષા 11 વાગ્યાથી 1 વાગ્યા સુધી લેવાઈ હતી જ્યારે 6 થી 8 ના વિદ્યાર્થીઓની પરિક્ષા બપોરે 2 વાગે લેવામાં આવી હતી. 3 થી 5ના વિદ્યાર્થીઓની 40 માર્કસની જ્યારે 6 થી 8ના વિદ્યાર્થીઓની 80 માર્કસની પરિક્ષા લેવાઈ છે. શાળાએ આવેલા 6 થી 8ના વિદ્યાર્થીઓને શાળામાં જ પ્રશ્નપત્ર આપવામાં આવ્યું હતું. જે વિદ્યાર્થીઓ શાળાએ ન આવી શક્યા હોય તેમને ઘરે પ્રશ્નપત્ર આપવામાં આવ્યું હતુ. જેના જવાબ લખીને ઉત્તરવહી વાલીઓએ શાળાઓમાં પહોંચાડવાની હતી.
આ પણ વાંચો:ધોરણ 6 થી 8ના વિદ્યાર્થીઓ માટે શાળાઓમાં શિક્ષણ કાર્ય શરૂ, વર્ગોને સેનેટાઇઝ કરાયા
પરિક્ષાના પરિણામની ઓનલાઇન ડેટા એન્ટ્રી પણ કરવાની ફરજીયાત રાખવામાં આવી
કોરોનાના કેસ ફરીથી વધતા અનેક વિદ્યાર્થીઓએ શાળાએ પરિક્ષા આપવાની બદલે ઘરેથી પરિક્ષા આપવાનું પસંદ કર્યું હતું. શાળા દ્વારા કોઈ પણ વિદ્યાર્થીઓને શાળાએ ફરજીયાત આવવા દબાણ કર્યું ન હતુ. આ પરિક્ષાના પરિણામની ઓનલાઇન ડેટા એન્ટ્રી પણ કરવાની ફરજીયાત રાખવામાં આવી છે.