- અમદાવાદમાં મનીષ સિસોદિયાનો રોડ શો
- 25 વર્ષની ભાજપ સરકાર અને 5 વર્ષની આપ સરકાર
- સરખામણી કરો, જનતા આપને પસંદ કરશે
અમદાવાદઃ ડેપ્યુટી CM મનીષ સિસોદિયાએ જણાવ્યું હતું કે, ગુજરાતમાં અત્યાર સુધી ભાજપ અને કોંગ્રેસ બે જ પક્ષ હતા, પરંતુ હવે ગુજરાતને ત્રીજા વિકલ્પ મળ્યો છે. જેથી ગુજરાતમાં આ વખતે પરિવર્તનનો પવન ફૂંકાશે.
સવાલ-ગુજરાતમાં આપ રોડ શો કરી રહ્યા છો, તે અંગે આપ શું કહેશો?
જવાબ- ગુજરાતની જનતા રાહ જોઈ રહી છે. ભાજપ સરકાર પર છેલ્લા 25 વર્ષ દરમિયાન વિશ્વાસ મુક્યો હતો. પણ ભાજપ સરકારે ગુજરાતમાં કાંઈ કર્યું નથી. સરકારી પ્રાઈમરી સ્કૂલ અને મહોલ્લા ક્લિનિક યોગ્ય રીતે બનાવ્યા નથી. આવા કામથી જનતા સરકારી ઓફિસમાં જાય છે, પણ તેમને ધક્કા ખવડાવે છે. વીતેલા 25 વર્ષમાં તેમણે કર્યું છે શું? અત્યાર ગુજરાતની સામે 25 વર્ષની સરકાર અને દિલ્હીમાં કેજરિવાલની પાંચ વર્ષની સરકાર. કેજરિવાલ સરકારે માત્ર પાંચ વર્ષની અંદર સ્કૂલોની કાયા પલટ કરી નાંખી છે. એવી હોસ્પિટલો બનાવી તે વિશ્વમાં ચર્ચા થઈ રહી છે. જનતાને કોઈ કામ હોય તો સરકારી દફતરમાં જવાની જરૂર નથી. સરકારી દફતર જનતાને ઘેર જાય છે. આ મોડલ જનતાએ જોઈ લીધું છે. આ કામ છે 26 વર્ષની સામે પાંચ વર્ષ. એટલા માટે ગુજરાતના લોકો પાંચ વર્ષની રાજનીતિને પસંદ કરશે.
સવાલ- ગુજરાતના મુખ્યપ્રધાન વિજય રૂપાણી કહે છે કે ગુજરાત વિકાસનું મોડલ સારુ છે, તે અંગે આપ શું કહેશો?
જવાબ- જનતા નક્કી કરશે. અત્યાર સુધી જનતા પાસે વિકલ્પ નહોતો પણ હવે જનતા નિર્ણય કરશે. અત્યાર સુધી ભાજપ અને કોંગ્રેસનો સંબધ સીસ્ટર જેવો હતો. એટલે બન્ને સીસ્ટર પાર્ટી છે. જેથી હવે લોકોને લાગે છે કે એક પાર્ટી આવી છે કે ભાજપને હરાવી શકે છે. કોંગ્રેસમાં કોઈ દમ નથી.