- શહેર ભાજપ પ્રભારી આઈ.કે.જાડેજા સાથે ETV BHARATએ કરી વાતચીત
- રાજ્યસભાના ભાજપના 2 ઉમેદવાર જુના કાર્યકર
- પાંચ વર્ષમાં અમદાવાદને દેશમાં પ્રથમ નંબરનું વિકસિત શહેર બનવવાનો પ્લાન
અમદાવાદઃ ચૂંટણીની મોસમ ચાલુ થતાં જ રાજકીય પાર્ટીઓ ચૂંટણી ઢંઢેરાના નામે વાયદાનો વેપાર શરૂ કરે છે, ત્યારે ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ ઉપરાંત રાજ્યસભાની બેઠકો પર પણ ચૂંટણી થવાની છે. જેમાં ભારતીય જનતા પાર્ટીએ 2 બેઠકો પર પોતાના ઉમેદવારો જાહેર કર્યા છે. એક છે દિનેશ પ્રજાપતિ છે અને બીજા છે રામ મોકરિયા. આ અંગે ETV BHARAT દ્વારા અમદાવાદ શહેર ભાજપ પ્રભારી આઇ.કે.જાડેજા સાથે ખાસ વાત કરવામાં આવી હતી.
સંકલ્પ પત્રમાં કયા મહત્વના મુદ્દાઓને સ્થાન આપવામાં આવ્યું છે ?
આઈ.કે.જાડેજાએ જણાવ્યું હતું કે, 5 વર્ષમાં અનેક લાભો અમદાવાદના લોકોને મળ્યા છે. હવે મેટ્રોના કામને પૂર્ણ કરવું, બીઆરટીએસને વિસ્તૃત કરવાનો પ્લાન છે. ગ્રીનકવરને વધારવામાં આવશે. અમદાવાદમા આગામી વર્ષોમાં દેશનું સૌથી વિકસિત અને ચઢિયાતું શહેર બને તેવા પ્રયત્નો કરાશે. માળખાકીય વિકાસની સાથે પર્યાવરણની સમસ્યાઓથી છુટકારો મેળવવા, ટ્રાફિકની સમસ્યાથી છુટકારો મેળવવા અને રોજગારી વધારવાના મુદ્દાઓની છણાવટ કરાઈ છે. આ ઉપરાંત 'ફિટ અમદાવાદ' અંતર્ગત જિનમેશિયમ અને યોગા સેન્ટરો શરૂ કરવાની પણ વાત કરાઈ છે.