ગુજરાત

gujarat

ETV Bharat / city

પ્રજાને જરૂર હોય ત્યારે પડખે ઊભા રહી મુસીબતનો સામનો તો કરવો પડે: વિપક્ષ નેતા દિનેશ શર્મા - વિપક્ષ નેતા દિનેશ શર્મા

કોરોનાનું એપી સેન્ટર જ્યારે અમદાવાદ બન્યું હતું ત્યારે રાજકીય નેતાઓ પણ કોરોનાનો શિકાર બની રહ્યા હતા. અમદાવાદમાં ભાજપ અને કોંગ્રેસના નેતાઓ પણ કોરોનાની ઝપેટમાં આવી રહ્યા હતા. ત્યારે અમદાવાદના વિપક્ષી નેતા દિનેશ શર્માનો રિપોર્ટ પણ કોરોના પોઝિટિવ આવ્યો હતો.

exclusive inerview
વિપક્ષ નેતા દિનેશ શર્મા

By

Published : Jul 19, 2020, 3:37 PM IST

અમદાવાદઃ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના વિપક્ષી નેતા દિનેશ શર્મા સાથે તેમના પુત્રનો પણ રિપોર્ટ કોરોના પોઝિટિવ આવ્યો હતો. ૩૦ જૂનના રોજ વિપક્ષ નેતા અને તેમના પુત્રનો રિપોર્ટ પોઝિટિવ આવતા એસપી હોસ્પિટલમાં સારવાર ખાતે ખસેડાયા હતા.

આ અંગે વાત કરતાં દિનેશ શર્મા જણાવે છે કે, જ્યારે પ્રજાના રક્ષકો બનીને પ્રજાની વચ્ચે રહેતા હોય ત્યારે આવા પ્રકારની મુશ્કેલીઓ તો આવતી જ રહે છે. જ્યારથી કોરોનાનો અમદાવાદમાં પ્રવેશ થયો હતો ત્યારથી જ અમે પ્રજાની વચ્ચે રહીને પ્રજાના પ્રશ્નો હલ કરવાનું કામ કરી રહ્યા હતા. તેમજ શ્રમિકોને પણ ઘરે મોકલવાનું કામ કર્યું છે. આ બધી પરિસ્થિતિની વચ્ચે જ મે મહિનામાં ચેપ લાગ્યો અને સાથે મારા પુત્રને પણ ચેપ લાગ્યો હતો. ત્યારે અમે એસ વી પી હોસ્પિટલ ખાતે સારવાર હેઠળ હતા અને એસપી હોસ્પિટલમાં અમને ખૂબ જ સારી સેવા મળી હતી. ડોક્ટર્સ અને નર્સ પણ પૂરતું ધ્યાન રાખતા હતા. ખાલી અમે જ નહીં પરંતુ કોવિડ વોર્ડમાં જેટલા પણ દર્દીઓ હતા તેમનું પણ ધ્યાન રાખવામાં આવતું હતું. તેમજ સમયસર જમવાનું, ઉકાળો તેમજ દવાઓનું પણ ધ્યાન રાખવામાં આવતું હતું.

દિનેશ શર્મા સાથે ઇટીવી ભારતની ખાસ વાતચીત

વધુમાં તેમણે જણાવ્યું હતું કે, કોરોનાની સારવાર લીધા બાદ સ્વસ્થ થઈને ઘરે ગયા પછી પણ હું અને મારો પરિવાર અમારો પૂરતું ધ્યાન રાખે છે. તેમાં પણ સોશિયલ ડિસ્ટન્સનું પાલન, માસ અને સેનિટાઇઝરનો ઉપયોગ અવશ્ય કરીએ છે.

ABOUT THE AUTHOR

...view details