- આમ આદમી પાર્ટીના અમદાવાદ પ્રમુખની એક્સક્લૂસિવ મુલાકાત
- સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં રાજકીય ભૂકંપ આવશે
- આમ આદમી પાર્ટી પુરી તાકાતથી ચૂંટણી લડશે
અમદાવાદઃ આમ આદમી પાર્ટીના અમદાવાદના પ્રમુખ અમજદખાન પઠાણે ETV BHARATને કહ્યું કે આ વખતે ગુજરાતની અંદર એક નવો રાજકીય ભૂંકપ આવી રહ્યો છે અને સત્તામાં અને વિપક્ષોમાં જેમણે નિષ્ફળતા દર્શાવી હતી તેને હવે પાછા ફરવાનો સમય આવી ગયો છે. કારણ કે, આમ આદમી પાર્ટી ગુજરાતની તમામ બેઠકો પર ચૂંટણી લડશે અને પુરી મજબૂતાઈ સાથે આમ આદમી પાર્ટી આ મહાનગરપાલિકાની ચૂંટણી લડશે અને જીતશે.
AIMIM તમામ બેઠકો પર ચૂંટણી લડશે તો સ્વાગત કરીશું
ગુજરાતમાં ઓલ ઇન્ડિયા મજલિસ-એ-ઇતેહદ-ઉલ-મુસ્લિમીનના આગમનથી આમ આદમી પાર્ટીની વોટ બેન્કને અસર થઈ શકે છે. આ પ્રશ્નનો જવાબ આપતા અમજદ ખાન પઠાણે જણાવ્યું હતું કે, AIMIM એ સાબીર કબલી વાલાને આ જવાબદારી સોંપવામાં આવી છે. હું તેમને વિનંતી કરું છું કે જો તમે ગુજરાતની તમામ બેઠકો પર ચૂંટણી લડશો તો અમે તેમનું સ્વાગત કરીશું, પરંતુ જો AIMIM ફક્ત મુસ્લિમ બેલ્ટ પર જ ચૂંટણી લડશે તો અમને ખૂબ દુ:ખ થશે, તેની અસર મત બેન્ક પર પણ થશે.